આપણું ગુજરાત

ગિરનારની લીલી પરિક્રમા: આજે પુણ્યનું ભાથું બાંધવા ગિરિ તળેટીમાં મહેરામણ ઊમટ્યું

અમદાવાદ: ગિરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે તા. ૨૩ને ગુરુવારથી શરૂ થવાની છે. બુધવારે હજારો ભાવિકોનો માનવ સમૂહ ભવનાથ ભણી જોવા મળતા ગિરિ તળેટીમાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવાં દ્રશ્યો સર્જાયાં હતાં. જોકે ૫૦ હજારથી વધુ ભાવિકોએ ભવનાથ વિસ્તારમાં પડાવ નાખ્યો છે. પ્રવેશ માટે ભાવિકોમાં આતુરતા છે, પરંતુ તંત્ર દ્વારા નિયત સમયે અને તારીખે પરિક્રમા કરવા આવવા યાત્રિકોને અપીલ કરી હતી. ગિરનારની ફરતે ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમાનું અનેરું મહત્વ છે અને પરિક્રમા માટે દૂર દૂરથી ગામડે ગામડેથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઊમટી પડતા હોય છે. બુધવારે બપોર બાદ એકાએક હજારોની સંખ્યામાં યાત્રિકો ઊમટી પડ્યા હતા. ભવનાથ ગિરિ તળેટી તરફ જતા માર્ગો ઉપર માથે પોટલા લઈને પુણ્યનું ભાથું બાંધવા પરિક્રમાર્થીનો નજારો જોવા મળી રહ્યો હતો. છેક ભરડાવાવથી લઈને ગિરિ તળેટી સુધી માનવ મહેરામણ જોવા મળતું હતું. બપોર બાદ લોકોનો ઘસારો પરિક્રમાના ગેટ ઈંટવા તરફ વળતા રૂપાયતન પ્રવેશ દ્વારા પાસેના ગેટ ખાતે પોલીસ દ્વારા બેરીકેટ મુકીને પ્રવેશ બંધ કરવાની ફરજ પડી હતી. હાલ તો અગાઉથી આગોતરી પરિક્રમા માટે આવેલા હજારો પરિક્રમાર્થીઓ પ્રવેશ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બુધવારે પ્રવેશ ન મળતા લોકોએ જ્યાં જગ્યા મળી ત્યાં પડાવ નાખી દીધો હતો. જ્યાંથી વિધિવત પ્રારંભ થાય છે ત્યાંથી લઈને ઈટવા ગેટ સુધીના માર્ગ ઉપર જંગલ વિસ્તારમાં ભાવિકોએ રાતવાસો કરવા માટે પડાવ નાખ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?