આપણું ગુજરાત

ઉનાળા પહેલા સરકારનું પાણીદાર આયોજન: તળાવોને ઊંડા કરીને પાઈપલાઈનથી જોડાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ગૌચર, સરકારી પડતર કે ખરાબાની જમીનમાં કુદરતી રીતે સર્જાયેલા તળાવોને સરકારી રેકર્ડ ઉપર પણ ‘વોટર બોડી’ અર્થાત્ જળાશયનો દરજજો આપી તેનું સંવર્ધન કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રકારના તળાવો કે જળાશયોને ઊંડા કરીને નર્મદાના પાણીથી ભરવા પાઈપલાઈન સાથે જોડાણ આપવા ત્રણ વિભાગોના સચિવોને સૂચના આપી હતી.

રાજ્યમાં પહેલાથી જ પંચાયત, સિંચાઈ, માર્ગ મકાન વિભાગ કે, પછી વન વિભાગ હસ્તકના તળાવોને ઊંડા કરી તેને પાઈપલાઈનનું કનેક્શન અપાય છે. લાંબા સમયથી ખેડૂતો, સ્થાનિક જનપ્રતિનિધીઓ તરફથી જે તળાવો કે જળાશયો ગૌચરમાં છે, સરકારી પડતર કે ખરાબમાં આપોઆપ સર્જાયા છે તેને ઊંડા કરીને, પાઈપલાઈનથી જોડી પાણી ભરવા માટે માગણીઓ થઈ રહી હતી.
આવા તળાવો પાઇપલાઇનથી જોડાયા બાદ ખેડૂતો સહિતના લોકોને ઉનાળા દરમિયાન પણ પાણી મળી રહેશે એવું સરકારના પ્રવક્તા પ્રધાને
જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button