અમદાવાદીઓને મળશે રાહતની ભેટ : S.G. હાઇવે પર બનાવાશે બે નવા ઓવરબ્રિજ
અમદાવાદ: શહેરનો એસજી હાઇવે સૌથી વધુ વાહનની અવરજવરવાળો વિસ્તાર છે. અહીથી રોજ સવાર સાંજ પીકઅવર્સમાં લાખોની સંખ્યામાં વાહનો અહીથી પસાર થાય છે. આદરમિયાન જાણે એસજી હાઇવે ટ્રાફિકનો હોસપોટ બની જતો હોય છે. આ સમસ્યાને નિવારવા માટે સરકાર દ્વારા એસજી હાઇવે પર બે નવા ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
શહેરના એસ. જી. હાઇવે પર બે નવા ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જેમાં YMCA ક્લબથી કર્ણાવતી વચ્ચે એક ઓવરબ્રિજ જ્યારે બીજો એક ગોતાથી નિરમા વચ્ચે બનવાનો છે. ચોમાસા બાદ આ બંને ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે. જો કે આ બંને ઓવરબ્રિજ બનવાથી શહેરીજનોને ટ્રાફિકમાંથી રાહત મળવાની છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ચાલતી ખનીજ ખાણમા છેલ્લા પાંચ દિવસમાં સાત શ્રમિકોના મોત
શહેરના એસજી હાઇવે પર ટ્રાફિક જામની મુખ્ય અને ખૂબ જ હેરાન કરનારી સમસ્યા છે. એસજી હાઇવે પર સર્જાતાં ટ્રાફિક સમસ્યા માટે ઉજાલા ચોકડી, કર્ણાવતી ક્લબ જંક્શન, પકવાન ચાર રસ્તા, ઝાયડસ જંક્શન, પેલેડિયમ મોલ સર્વિસ રોડ, થલતેજ અંડરપાસ, સાયન્સ સિટી કટ, ગોતા રોડ પરનું નહેરુનગર પાથરણા બજાર જંક્શન, ઇસ્કોન જંક્શન વગેરે નામચીન સ્પોટ છે.
એસ. જી. હાઇવે પર ટ્રાફિક કંટ્રોલમાં લેવા ટ્રાફિક પોલીસ અને AMC દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં તે સમસ્યા હતી તેમની તેમ જ છે. હાલમાં જ વૈષ્ણોદેવી પર બનેલા બ્રિજ પર અંડરપાસ બનાવવામાં આવ્યો છે. આ કામગીરી પૂરી થાય તેના પછી આગામી સમયમાં બાકીના ઓવરબ્રિજની નીચે ટ્રાફિકની ફ્રીકવન્સીને ધ્યાનમાં રાખીને અંડર પાસ બનાવવામાં આવશે. હાલમાં સરખેજથી એક્સપ્રેસ વે સુધીના રસ્તાને છ લેનનો કરવા વિચારણા ચાલી રહી છે. આથી ચિલોડાથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વે સુધી સીધી છ લેનની કનેક્ટિવિટી મળશે.