કરાર આધારિત ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સરકારનો મોટો નિર્ણય | મુંબઈ સમાચાર
આપણું ગુજરાતટોપ ન્યૂઝ

કરાર આધારિત ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સરકારનો મોટો નિર્ણય

રાજ્ય સરકારે કરાર આધારિત વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ માટે એક મોટી જાહેરાત કરી છે જેમાં કર્મચારીનું જો ફરજ પર કોઇ કારણોસર અવસાન થાય તો તેના આશ્રિતોને રૂ. 14 લાખ સુધીની સહાય ચૂકવવામાં આવશે.

આ માટે રાજ્ય સરકારે પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ગ-3 અને વર્ગ-4ના ફિક્સ પગારના કર્મચારીઓ જો તેમની ફરજ દરમિયાન ઓચિંતા જ અવસાન પામે તો તેમના પરિવારજનોને ઉચ્ચ નાણાકીય સહાય આપવામાં આવશે.

રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ખાતેની નિયમિત જગ્યા ઉપર ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન 12 નવેમ્બર 2023 કે ત્યારબાદ થયેલા અવસાનના કિસ્સામાં રૂપિયા 14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ તેમજ ત્યારબાદ તે સંદર્ભે વખતો વખત થયેલા ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ/શરતો યથાવત રહેશે તેવું પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button