આપણું ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી, ફાયર NOC ન હોય તેની સામે ગુનો નોંધવા કલેકટરોને હુકમ

રાજકોટ: રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. સરકારે આ દુર્ઘટનામાંથી બોધપાઠ લેતા હવે આકરા પગલા ભરવાના શરૂ કર્યા છે. આજે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. આ નિર્ણયને પગલે કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે. જેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કડક પગલાં ભરવા હુકમ કર્યા છે.

રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરને આપેલી સૂચના મુજબ, રાજકોટની ઘટનાનું રાજ્યમાં ફરીથી પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ અનુસાર, રાજ્યમાં તમામ શહેરના મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતના તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે એ તમામ સ્થળોની ચકાસણી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

સરકારના આ હુકમ પ્રમાણે દરેક જગ્યાએ સ્થાનિક મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે ચકાસણી કરવા જશે અને જે તે એકમમાં ફાયર NOCની ચકાસણી કરશે. જો કોઈ એકમ પાસે ફાયર NOC નહીં હોય તો તે એકમ સામે તાત્કાલિક ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ સૂચનાનો અમલ પણ તાત્કાલિક ધોરણે કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ