રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર એક્શનમાં, 101 ગેમિંગ ઝોનને બંધ કરવાનો આદેશ
અમદાવાદ: રાજકોટના TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડની દુર્ઘટનામાં 28 નિર્દોષ લોકોના મોત બાદ સરકાર સફાળી જાગી છે. ગુજરાત સરકારે રાજ્યના આઠ મોટા શહેરોમાં તમામ 101 નોંધાયેલા ગેમિંગ ઝોનને બંધ કરવાનો આદેશ આપ્યો છે.
મીડિયાના અહેવાલ મુજબ, રાજકોટની દુર્ઘટના બાદ તમામ ગેમિંગ ઝોનની સંપૂર્ણ તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અનેક સુરક્ષા ઉલ્લંઘનો થયા હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ: સરકાર આકરા પાણીએ, 2021થી અત્યાર સુધીના અધિકારીઓને સીટનું તેડું
ગુજરાતના તમામ મોટા શહેરોના 101 ગેમિંગ ઝોનમાંથી 20ને ફાયર વિભાગ તરફથી બિલ્ડિંગ યુઝ અંગેની પરવાનગી અને NOC સહિતની જરૂરી મંજુરીઓના અભાવે કાયમી ધોરણે સીલ કરવામાં આવ્યા છે. બાકીના 81 ગેમિંગ ઝોનને જ્યાં સુધી વધુ સલામતીની ખાતરી આપવામાં ન આવે ત્યા સુધી “હંગામી ધોરણે બંધ” કરવામાં આવ્યા છે .
તમામ મોટા શહેરોમાં સૌથી વધુ ગેમિંગ ઝોન રાજકોટમાં બંધ કરવામાં આવ્યા છે, જ્યાં 12 માંથી આઠ ઝોન સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પાંચ, જૂનાગઢમાં ચાર અને ભાવનગરમાં ત્રણ ગેમિંગ સુવિધાઓ બંધ કરવામાં આવી હતી. Chief Civic Officer
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે નિમાયેલી SITએ સરકારને સોંપ્યો પ્રાથમિક અહેવાલ
વડોદરામાં 11 ઇન્ડોર સહિત 16 ગેમિંગ ઝોન હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે. શહેરના ચીફ સિવિક અધિકારીએ (Chief Civic Officer) જણાવ્યું હતું કે આ ગેમિંગ ઝોનને નોટિસ ફટકારવામાં આવી છે અને સલામતીના તમામ પગલાં લેવામાં આવ્યા પછી તેને ફરીથી ખોલી શકાશે.