કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો માટે ખુશખબર, આ તારીખે થશે ગુજરાતમાં મેઘમહેર
અમદાવાદ: જરાતમાં છેલ્લા 15 દિવસ લોકો માટે અસહ્ય રહ્યા છે, આ દરમિયાન કાળઝાળ ગરમીથી લોકો માટે ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. ભીષણ ગરમીથી રાહત મળે તે માટે વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. આજે હવાન વિભાગે રાજ્યમાં ચોમાસાના આગમન અંગે આગાહી કરી હતી, વામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 7 દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહીંવત છે.
આ ઉપરાંત પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત પણ વરસાદની શક્યતા સેવાઈ રહી નથી. ઉલ્લેખનીય છે કે, આજથી ભારતમાં કેરળ ઉત્તર પૂર્વીય રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે. દર વર્ષે ફક્ત કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. પરંતુ તાજેતરમાં રેમલ વાવાઝોડાને કારણે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પણ ચોમાસાની શરૂઆત પેહલા પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત નૈઋત્યના ચોમાસાએ દસ્તક દીધી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂનની આસપાસ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પહોંચશે.મહત્ત્વનું છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી જે ચોમાસાએ દસ્તક દીધી છે. તેને આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ છે. આથી ગુજરાતમાં તેમને નિર્ધારિત તારીખની આસપાસ ચોમાસું દસ્તક દેશે. આ વર્ષે ભારતમાં સારું ચોમાસું છે તથા કેરળ માટે 1 જૂન ચોમાસાની નિર્ધારિત તારીખ છે. પરંતુ આ વર્ષે તેનાથી બે દિવસ પહેલા ભારતમાં દસ્તક દીધી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
મહત્ત્વનું છે કે, હજુ આગામી બે દિવસ દરમિયાન કચ્છ, બનાસકાંઠા ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત પવનની દિશા પશ્ચિમ થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી. જોકે આગામી દિવસો માટે હવામાન વિભાગે જાહેરાત કરી નથી. હજુ પણ આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.