Gujarat માં ખેલૈયાઓ માટે સારા સમાચાર, છેલ્લા 24 કલાકમાં માત્ર 14 તાલુકામાં જ વરસાદ

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)નવરાત્રી દરમ્યાન વરસાદની સંભાવનાને લઇને ખેલૈયાઓ ચિંતામાં હતી. જો કે છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 14 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજ્યના 4 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની સંભાવના દર્શાવી છે. જેમાં બુધવારે બીજી ઓક્ટોબરના રોજ ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
તેમજ ગુરુવારે ત્રીજી ઓક્ટોબરના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.ચોથી ઓક્ટોબરના શુક્રવારે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
જ્યારે પાંચમી ઓક્ટોબરના શનિવારના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
Also Read –