ગોંડલ નજીક બે કાર વચ્ચે ભયંકર Accident, ચાર યુવકોના મોત

રાજકોટ : ગુજરાતમાં રાજકોટના ગોંડલ શહેર નજીક નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાતાં ચાર લોકોના મોત થયા છે. જેમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મળેલી માહિતી અનુસાર રાજકોટથી ધોરાજી તરફ જતી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદીને સામેની તરફ આવી રહેલી કાર સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતમાં ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
એક યુવાનનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું
જ્યારે પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ગોંડલના બે યુવકો અને ધોરાજીના બે યુવકો સહિત ચાર લોકોના મોત નિપજ્યાં છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની જાણ સ્થાનિકોએ કરતાં પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં આ ચારે યુવકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ યુવાનોના ઘટના સ્થળે અને એક યુવાનનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.