ગોંડલ પેલેસમાં બેઠક બાદ નકલી રાજવીના વિવાદનો અંત

ગોંડલ: ગુજરાતમાં એક તરફ નકલી અધિકારીઓ બાદ નકલી રાજવી પણ મળી આવ્યા હતા. આખો વિવાદ ગોતા ખાતે મળેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં ગોંડલ સ્ટેટ(રાજા) (Gondal) અને યુવરાજ પણ ફરી રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મુદ્દે ગોંડલના અસલી યુવરાજે ખુલાસો કર્યો છે. નવા ઉભા થયેલા વિવાદનો આજે ગોંડલ ખાતે શાંતિપૂર્ણ અંત આવ્યો છે. ગોંડલ પેલેસ ખાતે ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં સમાધાન કરવામાં આવ્યું છે
ગોતા ખાતે ભરાયેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં ગોંડલ સ્ટેટના રાજવો હોવાના દાવાને લઈને વિવાદ શરૂ થયો હતો. આ અંગે ગોંડલના રાજવી પરિવારે પણ ખુલાસો કર્યો હતો. જો કે હવે આ વિવાદને શમાવી દેવામાં આવ્યો છે અને જે માટે આજે ગોંડલ પેલેસ ખાતે ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ વિવાદને લઈને સમાધાન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Gujarat માં ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાની ચર્ચા, સામે આવ્યો આ ખૂલાસો
ગોંડલ ખાતે મળેલ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગોંડલ સ્ટેટના ભાયાતો હાજર રહ્યા હતા. આજની બેઠકમાં ગોંડલ સ્ટેટની ઓળખ આપીને સંમેલનમાં હાજરી આપનારા યદુવેન્દ્રસિંહ અને ગોંડલ મહારાજા સાહેબ હિમાંશુસિંહજી એક મંચ પર બેઠા હતા. આજે મળેલી બેઠક બાદ ગોંડલ પેલેસ ખાતે આ વિવાદનું સમાધાન થતા વિવાદનો અંત આવ્યો છે.