અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 2.35 કરોડનું સોનું; આ રીતે બેંગકોંગથી છુપાવીને….

અમદાવાદ: અમદાવાદ ઇન્ટરનેશન એરપોર્ટ પરથી 2.35 કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું છે. ડીઆરઆઈની ટીમને મળેટી બાતમીનાં આધારે કાર્યવાહી કરીને 2.35 કરોડની કિંમતનું 3 કિલો સોનું ઝડપી પાડ્યું છે. દાણચોરીનાં આ રેકેટમાં આ સોનું ખાસ રીતે ઇલેક્ટ્રિક મોટરમાં છુપાવીને છેક બેંગકોંગથી ભારત લાવવામાં આવ્યું હતું.

બેંગકોકથી આવ્યું હતું સોનું
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીનું રેકેટ ઝડપાયું છે. લગ્નની સિઝનમાં સોનાની માંગ અને તેના ઊંચા ભાવને કારણે સોનાની સ્મગલિંગની પ્રવૃતિઓ કરનારી ગેંગ એક્ટિવ થઈ છે. બેંગકોકથી એક ભારતીય નાગરિક દાણચોરીનું સોનું લઇને આવી રહ્યો હોય તેવી બાતમી DRIને મળી હતી. ફ્લાઇટ આવતા જ મુસાફર સાથે પૂછપરછ કરી હતી, જો કે તેણે કોઇ જ કબૂલાત ન કરતાં અંતે તેના સામાનની તપાસ કરવામાં આવી હતી.
3 કિલો દાણચોરીનું સોનું
જ્યારે સ્ટાફે તેનો સામાન ચેક કર્યો હતો તે દરમિયાન તેની પાસેથી દાણચોરીનું સોનું મળી આવ્યું હતું. મુસાફર પાસેથી DRIને 2.35 કરોડનું 3 કિલો દાણચોરીનું સોનું મળી આવ્યું હતું, સ્ટાફે મુસાફર પાસેથી આ સોનું કબજે કરી લીધું હતું અને તે આ સોનું અહી કોના માટે લાવ્યો હતો તે અંગેની તપાસ શરૂ કરી છે.
Also Read – અમદાવાદમાં ‘ઘરનું ઘર’ની લાલચ મોંઘી પડી, 250 લોકો સાથે ત્રણ કરોડથી વધુની ઠગાઇ
આઠ મહિનામાં જ ઝડપ્યું 63 કિલો સોનું
આ ઘટનાની તપાસ કરતાં કસ્ટમ્સ વિભાગે ખુલાસો કર્યો છે કે, એપ્રિલ 2024થી નવેમ્બર 2024 દરમિયાન 42 કરોડ રૂપિયાના 63 કિલો સોનાની દાણચોરી ઝડપી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે અત્યાર સુધીમાં 24 વ્યક્તિઓની ધરપકડ કરી તેમને કાનૂની કાર્યવાહી માટે સોંપવામાં આવી છે.