NEET મામલે તપાસ કરી રેહલી CBIને ગોધરાની કોર્ટે ઝટકો આપ્યો, કોર્ટમાં CBIએ આવી દલીલ કરી
ગોધરા: NEET પરીક્ષામાં છેતરપિંડી(NEET irregularities) કેસની તપાસ CBIને સોપવામાં આવી છે, તપાસ માટે ગુજરાતના ગોધરા પહોંચેલી CBIને મોટો કોર્ટે ઝટકો આપ્યો હતો. CBIએ આ મામલે ગોધરાથી પકસયેલા પાંચ પૈકી ચાર આરોપીના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ CBI ગોધરાની સ્થાનીક કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા ન હતા, જોકે આવતીકાલે પણ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈએ કહ્યું કે આરોપીની પૂછપરછ કરવી ખૂબ જ જરૂરી છે. CBIએ દલીલ કરી હતી કે આ માત્ર ગોધરાની વાત નથી, દેશના 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે.
5 મેના રોજ લેવામાં આવેલી NEET પરીક્ષા દરમિયાન ગોધરા કેન્દ્ર પર ગેરરીતીનો ખુલાસો થયો હતો. આ કેસની તપાસ પંચમહાલ પોલીસ પાસે હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારે આ મામલાની તપાસ CBIને સોંપી હતી ત્યારે રાજ્ય સરકારે ગોધરા કેસની તપાસ CBIને સુપરત કરી દીધી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં GCAS પોર્ટલનો રકાસઃ માત્ર આટલા વિદ્યાર્થીઓએ જ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો
આરોપીઓના રિમાન્ડ માંગતી CBIની અરજી પર આવતીકાલે પણ કોર્ટમાં સુનાવણી થશે. બંને પક્ષો તરફથી ફરીથી દલીલો રજૂ કરવામાં આવશે. CBIનું કહેવું છે કે NEET કેસની તપાસ સાત રાજ્યોમાં ફેલાયેલી છે જેના માટે CBI આરોપીની પૂછપરછ કરે તે જરૂરી છે. મહારાષ્ટ્ર, બિહાર, દિલ્હી, ગોધરામાં તપાસ ચાલી રહી છે. સીબીઆઈની દલીલ છે કે દેશભરમાં એક મોટું રેકેટ ચાલી રહ્યું છે જેને રોકવાની જરૂર છે.
આરોપીઓને રિમાન્ડ પર લઈને, OMR શીટ સાથે છેડછાડ અને અન્ય કોઈ આરોપી જોડાયેલો છે કે કેમ તે અંગે CBI તપાસ કરવા માંગે છે. CBIએ કોર્ટમાં એમ પણ કહ્યું કે તમામ આરોપીઓની પૂછપરછ કર્યા પછી જ અમે તપાસને ઝડપથી આગળ વધારી શકીશું. CBIએ NEET કેસમાં બિહારમાંથી ધરપકડ કરાયેલા શાળાના શિક્ષક તુષાર ભટ્ટ, આચાર્ય પુરષોત્તમ શર્મા, વચેટિયા આરિફ વોરા અને વિભોર આનંદના ચાર દિવસના રિમાન્ડ માંગ્યા છે.