Bye Bye 2023: ગોવા મોંઘુ પડે છે તેથી આ જગ્યા પર જામી છે પર્યટકોની ભીડ
અમદાવાદઃ પહોર ઉજવવા લોકો હજારોની સંખ્યામાં ભીડ જમાવે છે. આ માટે અગાઉથી જ બુકિંગ થઈ જાય છે અને આયોજકો પણ કમાણી કરવાની ફિરાતમાં હોય છે, તેથી વધુ ભાવ વસૂલે છે. હેંગ આઉટ કરવા માટે ગોવા પર્યટકોમાં પ્રિય છે. જોકે હંમેશાં પર્યટકોથી ભરેલા રહેતા ગોવામાં દરેક વસ્તુ, હોટેલ વગેરે મોંઘા હોવાથી સૌને પોસાતા નથી. આથી લોકો મોટી સંખ્યામાં ગુજરાતના દમણ ખાતે ઉમટી પડે છે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતીઓ અને મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોમાંથી પર્યટકો સસ્તા બજેટ માટે દમણ ને પસંદ વધારે કરી રહ્યા છે. પર્યટન સ્થાનિક રોજગારી અને કમાણીનું સૌથી સારો વિકલ્પ છે તેથી પર્યટન પર નભતા સંઘ પ્રદેશ દમણ માટે ક્રિસમસ અને ન્યુ યર ની રજાઓમાં સારી એવી કમાણી થાય છે. આજથી જ દમણમાં હજારો લોક પહોંચી ગયા છે. લગભગ નાની મોટી હૉટેલ્સ ફુલ છે.
ગુજરાતના લોકો માટે અહીં દારૂની છૂટ બેવડા આકર્ષણનું કારણ છે. દમણ પોતાના કુદરતી નઝારા માંટે જાણીતું છે. અહી દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. દરિયા કિનારે નવા વર્ષની ઉજવણી કરવાનું યુવાનોને વધારે ગમતું હોય છે. આથી અહીં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.