આપણું ગુજરાત

ઈયળોને કારણે ગુજરાતની આ યુનીવર્સીટીએ કેમ્પસ બંધ કરવું પડ્યું, જાણો શું છે ઘટના

ગાંધીનગર: ચોમાસામાં વરસાદ પડતા જાત જાતની જીવાતો અને ઈયળો જમીનમાંથી બહાર આવતી હોય છે, જેના કારણે લોકોને ઘણી તકલીફ પડતી હોય છે. ગાંધીનગરની એક કોલેજમાં ઈયળનો ઉપદ્રવ એટલો વધી ગયો કે મેનેજમેન્ટે કોલેજ કેમ્પસ બંધ કરી કલાસીસ ઓનલાઈન શિફ્ટ કરવાની ફરજ પડી.

આ ઘટના રાજ્યના પાટનગર ગાંધીનગર(Gandhinagar) પાસે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) સાથે જોડાયેલી છે. GNLU કેમ્પસમાં મિલિપીડ ઈયળો(Millipedes)નો ઉપદ્રવ એટલો વધો ગયો કે મેનેજમેન્ટે 1 જુલાઈના રોજ વેકેશન પરથી કેમ્પસમાં પાછા ફરેલા વિદ્યાર્થીઓને પાછા મોકલવાની ફરજ પડી છે.

મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને કેમ્પસ છોડવા ઉપરાંત ઑફલાઇન વર્ગો પણ રદ કરી દીધા, આગળની સૂચના સુધી વર્ગોમાં ઓનલાઈન જ ચાલશે, એવી સુચના પણ આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મિલિપીડ્સનો ઉપદ્રવ એટલો વધી ગયો કે ક્લાસરૂમ્સ અને હોસ્ટેલ રૂમ સહિત સમગ્ર કેમ્પસમાં દરેક જગ્યાએ જ્યાં જુઓ ત્યાં મિલિપીડ્સ જ દેખાઈ રહી છે, બેંચ, ટેબલ-ખુરશી, પંખા, લાઇટથી માંડીને કોલેજના તમામ સંસાધનો પર મિલિપીડ્સે અડ્ડો જમાવ્યો છે.

https://twitter.com/akshitsoni_/status/1811050717475389848

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ચાર દિવસથી ફરિયાદ કરી રહ્યા છે પરંતુ મેનેજમેન્ટે ધ્યાન આપ્યું નથી. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે દરેક જગ્યાએ મિલિપીડ્સ છે. દિવાલો, છત, પંખા પર. જો ડોલ ભરવા નળ ખોલીએ તો તેમાંથી પણ મિલિપીડ્સ નીકળે છે. હોસ્ટેલ રૂમના બેડ્સ પર ફર્યા કરે છે અને વિધાર્થીઓને કરડે પણ છે. અમે ચાલીએ છીએ ત્યારે મિલિપીડ્સ પગ નીચે કચડાઈ છે, અમે ત્રસ્ત થઇ ગયા છીએ.

એક અહેવાલ મુજબ બુધવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મુખ્ય બિલ્ડીંગના ફોયરમાં એકઠા થયા હતા, ઈયળો સામે કાર્યવાહીની માગ કરી હતી, જેના કારણે મેનેજમેન્ટે આ બાબત અંગે નિર્ણય લેવાની ફરજ પડી હતી.

અન્ય એક વિદ્યાર્થીએ ફરિયાદના સ્વરમાં કહ્યું કે, “મે અને જૂન મહિના માટે હોસ્ટેલ બંધ હતી પરંતુ મેનેજમેન્ટે કોઈ મેન્ટેનન્સ કરવાની તસ્દી લીધી ન હતી. અગાઉ પણ મિલિપીડ્સ નીકળતા હતા પરંતુ તે ઓછી સંખ્યામાં હતા. હવે, ઘણી હદ સુધી વધી ગયા છે.

કોલેજના મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે પેસ્ટ કંટ્રોલ માટે યુનિવર્સિટીને 31 જુલાઈ સુધી સમયની જરૂર પડશે.

જો કે, બુધવારે સાંજે તમામ વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં, ઑફલાઇન વર્ગો ફરી શરૂ કરવા અંગે કોઈ ચોક્કસ તારીખનો ઉલ્લેખ કર્યો નથી, માત્ર ‘આગળની સૂચના સુધી’ એવું જણાવવામાં આવ્યું છે. નીવર્સીટી મેનેજમેન્ટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ સંપર્ક કર્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ