GMSCL ના ગોડાઉનમાં દવાઓ પલળી ગઈ,કોણ જવાબદાર?
રાજકોટ : રાજકોટ બેડી ચોકડી પાસે આવેલું GMSCL ના ગોડાઉનમાં મોટી બેદરકારી સામે આવી છે
રાજકોટમાં ચોમાસાની સિઝનમાં સરકાર દ્વારા મોકલવામાં આવેલ દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું
ગોડાઉનની બહાર વરસાદી સિઝનમાં દવાનો જથ્થો રાખવામાં આવતા દવાઓ પલળી ગઈ હોવાનું સામે આવ્યું
સર્જીકલ આઈટમ ને પણ નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા
PPE કીટ ખુલ્લામાં રાખવામાં આવતા નુકશાની પહોંચી હોવાનું સામે આવ્યું
જુલાઈ 2024 માં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓનો જથ્થો પલળીને નુકસાન પામ્યો
આ પણ વાંચો : રાજકોટને સાફ સુથરું રાખવા સફાઈ કામદારોની ભરતી કરો: વશરામ સાગઠીયા
સાતમ આઠમ ની રજાઓ અને વરસાદી વાતાવરણમાં અધિકારીઓ પોતાની ફરજ ચુક્યા અને સરકારે લોકહિત માટે મોકલેલી દવાઓ યોગ્ય રીતે ન મૂકી અને ખુલ્લામાં મુકતા વરસાદને કારણે મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો પલળી ગયો. આ ઘોર બેદરકારી માટે કોણ જવાબદાર?
જોકે મીડિયામાં આ વાત આવતા જ આરોગ્ય ખાતામાં અફડતફડી મચી ગઈ હતી.અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં પણ લેવાશે તેવું લાગી રહ્યું છે.