આપણું ગુજરાત
નોંધી લોઃ આ પાંચ દિવસ ગીરનાર રૉપ-વે બંધ રહેશે

ગિરનાર રોપ-વેની અગાઉ ખરાબ હવામાનને કારણે સ્થગિત કરેલી મેઇન્ટેનન્સની કામગીરી કરવા માટે આગામી તારીખ 11 થી 15 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે રોપ-વેનું સંચાલન કરતી કંપનીના સૂત્રોએ અગાઉ ખરાબ હવામાનને કારણે રોપ-વેના મેઇન્ટેનન્સની કામગીરી સ્થગિત રાખવામાં આવી હતી. જેને લઇને બહારથી ટેકનીકલ ટીમને બોલાવી આગામી તારીખ 11 થી 15 સપ્ટેમ્બર સુધી રોપ- વે બંધ રહેશે.
હાલ તહેવાર નિમિતે ગિરનાર રોપ-વેમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દરરોજના હજારો લોકો રોપ-વે મારફત ગિરનાર જઇ રહ્યા છે. રોપ- વેનું મેઇન્ટેનન્સ કરવું જરૂરી હોવાથી તેમજ પ્રવાસીઓની સુવિધાઓ માટે કંપની દ્વારા દર વખતની જેમ આ વખતે પણ 11 થી 15 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.