ગીરનાર પર જોખમી ટ્રેકિંગ કરી રહેલા છ યુવાનને વન વિભાગે રૂ. દસ હજારનો દંડ ફટકાર્યો

અમદાવાદઃ ગીરનારના પગથિયાંને બદલે જોખમી રીતે બીજા રસ્તે ટ્રેકિંગ કરીને જઈ રહેલા છ યુવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેની ગંભીર નોંધ લઈ વન વિભાગે તેમને રૂ. 10,000નો દંડ ફટકાર્યો હતો.
હાલમાં જ જૂનાગઢ જિલ્લામાં વરસાદ પડ્યો છે. ગીરનાર ચડવા માટે પગથિયાં છે અને રોજ હજારો લોકો ચડે છે. તેમ છતાં આ યુવાનોએ શોર્ટકટ અપનાવ્યો અને ઢાળવાળો ટ્રેકિંગ જેવો રસ્તો પસંદ કર્યો, જે લપસણો અને જોખમી પુરવાર થઈ શકે તેમ છે. અલબત્ત થોડા દિવસ પહેલા આ રીતે ચડતા એક યુવાન પટકાયો હતો.
આ પણ વાંચો : જય ગિરનારી: આજથી લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
જોકે આટલી સુરક્ષા હોવા છતાં એકસાથે છ વિદ્યાર્થી આ માર્ગ પર કેમ પહોંચ્યા તે પણ સવાલ છે. યુવાનો સામે વનવિભાગે પગલાં લીધા હતા. આ છ યુવકમાં શિવમ દેવજીભાઈ શિયાળ, ધરમભાઈ ચંદુભાઈ ચૌહાણ, હરેશભાઈ વલ્લભભાઈ રામાણી, બીજલભાઈ નરસિંહભાઈ થાપા અને વિશાલભાઈ મુકેશભાઈ બાંભણિયાનો સમાવેશ થાય છે.



