આપણું ગુજરાત

Girnar Lili Parikrama :  શ્રધ્ધાળુઓ માટે નવા નિયમો જાહેર કરાયા 

અમદાવાદ : ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમામાં(Girnar Lili Parikrama)લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે. આ વખતે 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી લીલી પરિક્રમા યોજાઇ રહી છે. જેને લઇને તંત્ર દ્વારા  પરિક્રમા  રૂટ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓ માટે કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેનું પ્રત્યેક શ્રદ્ધાળુ દ્વારા પાલન કરવામાં આવે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે.

Also read: Maharashtra માં ચૂંટણી પૂર્વે ઝડપાઇ આટલા કરોડની રોકડ, આરોપીની  ધરપકડ

 શ્રદ્ધાળુઓએ પાળવાના નિયમો

  • પરિક્રમા દરમિયાન નક્કી રસ્તા અને કેડીઓ સિવાય અન્ય વન્યપ્રાણી
     – અભ્યારણ વિસ્તારમાં કોઈએ પ્રવેશ કરવો નહીં.
     -વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચાડવો કે છંછેડવા નહીં.
    -જંગલને તથા વન્યજીવોને નુકસાન થાય તેવા કૃત્યઓ પણ કરવા નહીં.
  • વન્ય પ્રાણી અભયારણ્યમાં વૃક્ષો વનસ્પતિ વાસ વગેરેને કાપવા નહીં
  • જંગલમાં કેડી રસ્તા ઉપર અગ્નિ સળગાવવા નહીં.
  • અધાર્મિક નાચગાનની પ્રવૃત્તિઓ પણ સંપૂર્ણ મનાઈ
  • પરિક્રમા રૂટ  સિવાય અન્ય ગિરનાર અભયારણ્યના ભાગમાં પ્રવાસ કરવો
    નહીં
  • પરિક્રમાના ભવનાથ, જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી સિવાય અન્ય જગ્યાએ રાત્રિ રોકાણ પર મનાઈ
  • સ્ફોટક પદાર્થ, ફટાકડા તથા ઘોંઘાટ થાય તેવા સ્પીકરો રેડિયો વગેરે સાથે લઈ જવા પર પણ પ્રતિબંધ છે.
  • અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક થેલી કે બેગનો ઉપયોગ કરવા પણ મનાય છે
     -પાન, માવા, ગુટકા, તંબાકુ, બીડી, સિગારેટ વગેરેના વેચાણ તેમજ વપરાશ માટે સંપૂર્ણ પ્રતિબંધ

આ અભયારણ્ય વિસ્તારમાં પાણીના સ્ત્રોતોમાં સાબુ, શેમ્પૂ, ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ કરવો નહીં અને જમીન પ્રદૂષિત કરવી નહીં. આ ઉપરાંત અગ્ર મુખ્ય વન સંરક્ષક  કચેરી, ગાંધીનગરના આદેશ દ્વારા પણ વન્ય પ્રાણી અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં પ્લાસ્ટિક ઉત્પાદનો, પેદાશ, ચીજ વસ્તુઓ,પેકિંગ મટીરીયલ્સ વગેરે લઈને પ્રવેશ કરવા તથા ફેકવા પર પ્રતિબંધ છે.

વાહનના અવર-જવર ઉપર પ્રતિબંધ રહેશે

પરિક્રમાના સમય પહેલા અને પછીના સમય તથા પરિક્રમા દરમિયાન સરકારી ફરજ પર રોકાયેલા સરકારી વાહનો તેમજ વન વિભાગ મારફત પરવાનગી મેળવેલ હશે તે સિવાયના વાહનના અવર-જવર ઉપર પ્રતિબંધ રહેશે આમ, જાહેર સૂચનાઓનું ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની વિવિધ કલમોની જોગવાઈ અંતર્ગત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Also read: મુંબઈગરાઓએ ફરીથી માસ્ક ખરીદવા પડે તેવી સ્થિતિ, હવા મંદ પડતા પ્રદૂષણમાં વધારો

ગિરનાર પર્વત લીલી પરિક્રમા 2024નું મહત્વ

ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે. ગિરનાર પર્વત પર સંખ્યા મંદિરોના દર્શન કરવાની સાથે સાથે તેની પરિક્રમા કરવાનું પણ ઘણું મહત્વ છે. વર્ષમાં એક વાર ગિરનાર પર્વતની પરિક્રમા યોજાય છે. ગિરનાર પર્વતની 5 દિવસ ચાલનાર આ પરિક્રમાને લીલી પરિક્રમા પણ કહેવામાં આવે છે. લીલી પરિક્રમા પગપાળા ચાલીને કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker