શોકિંગ: અમદાવાદની સ્કૂલમાં ત્રીજા ધોરણની વિદ્યાર્થિનીને છાતીમાં દુખાવો થતાં ઢળી પડી અને…
અમદાવાદઃ ગુજરાતમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમદાવાદની ઝેબર સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને અચાનક છાતીમાં દુઃખાવો થતાં તે ખુરશી પર બેઠી હતી અને ઢળી પડી હતી. તેને તરત ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના પાછળનું પ્રાથમિક તારણ કાર્ડિયાર્ક એરેસ્ટ હોવાનું માલુમ પડ્યું હતું.વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોતને લઈ
શું કહ્યું આચાર્યએ
અમદાવાદની ઝેબર સ્કૂલના આચાર્ય શર્મિષ્ઠા સિન્હાએ જણાવ્યું હતું કે, ત્રીજા ધોરણમાં ભણતી ગાર્ગી તુષાર રાણપરાને છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. જેથી તે લોબીમાં એક ખુરશી પર બેસી ગઈ હતી અને ત્યારબાદ ઢળી પડી હતી. જેથી તેને ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબિબોએ તેને મૃત જાહેર કરી હતી. આ વિદ્યાર્થીનીનું કાર્ડિયાક એરેસ્ટના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતના મુખ્ય પ્રધાને કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોને શું કરી તાકીદ?
દાદા-દાદી સાથે રહેતી હતી
મૃતક વિદ્યાર્થિની અમદાવાદમાં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી. તેના માતા પિતા મુંબઈ રહેતા હોવાથી તેમને આ ઘટના અંગે જાણ કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થિનીને સ્કૂલમાં એડમિશન મળ્યું ત્યારે કોઈ બિમારી નહોતી. શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે સ્કૂલમાં પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાંચ અને બોડકદેવ પોલીસે ડોગ સ્ક્વોર્ડ સાથે સ્કૂલમાં જઈને તપાસ કરી હતી.