આપણું ગુજરાતસુરત

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનો હુંકાર, Priyanka Gandhi ભાજપ માટે પડકાર નહી…

સુરત : ગુજરાતમાં સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે હાલમાં જ સાંસદ બનેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi)પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી ભાજપ માટે કોઈ પડકાર નથી. આખો પરિવાર આવે તો પણ અમને વાંધો નથી. ન તો તે દેશ માટે પડકાર છે અને ન તો અમારી પાર્ટી માટે પડકાર છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશના ખંડવામાં મશાલ યાત્રા દરમિયાન આગ ફાટી નીકળી, 50 દાઝ્યાં, 12ની હાલત ગંભીર

નેહરુની તુષ્ટિકરણની નીતિને કારણે ઘણી મુશ્કેલી ઊભી

તેમણે અજમેર સર્વેની ઘટના અંગે વધુ જણાવ્યું હતું કે આ દેશની કમનસીબી છે કે નેહરુ દેશના પ્રથમ વડાપ્રધાન હતા, જો સરદાર પટેલ હોત તો આજે કોઈએ કોર્ટમાં જઈને સર્વે માટે અરજી ન કરવી પડી હોત. નેહરુની તુષ્ટિકરણની નીતિને કારણે ઘણી મુશ્કેલી ઊભી કરી. જો આવી મસ્જિદોને અગાઉ હટાવી દેવામાં આવી હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત. કોર્ટે સર્વે કરવાનો આદેશ આપ્યો છે. તેમજ જે લોકો કાયદાનું પાલન નથી કરતા તેઓ જ સંભલ અને અજમેરની ઘટના ઇચ્છે છે.

ગિરિરાજ સિંહે જણાવ્યું કે ,કોર્ટે અજમેરમાં સર્વે કરવાનો આદેશ આપ્યો છે તો શું સમસ્યા છે. જયારે ટુકડે ટુકડે ગેંગ પૂછી રહી છે કે દરગાહ અને ગુરુદ્વારા ક્યાંથી આવ્યા. તમે અફવાઓ કેમ ફેલાવો છો. તેમણે ખબર હોવી જોઈએ કે ગુરુદ્વારાઓએ મુઘલોના શાસન દરમિયાન ભારતના હિંદુઓને બચાવવાનું કામ કર્યું હતું.

આ લોકો પોતાની હાર પચાવી શકતા નથી

ગિરિરાજ સિંહે એમ પણ કહ્યું કે હેમંત સોરેને ઝારખંડમાં શપથ લીધા, બધા ગયા, તો શું ઈવીએમમાં કોઈ તકલીફ ન હતી. જયારે જીતે ત્યારે યોગ્ય લાગે છે અને પણ હારે ત્યારે બુમાબુમ કરે છે. જે હવે નહીં ચાલે. મહારાષ્ટ્રમાં તેમની વિશ્વસનીયતા ઘટી છે. જેના કારણે કોંગ્રેસની હાર થઈ છે. તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા જ્યારે લોકસભા જીત્યા ત્યારે રાહુલ બૂમો પાડી રહ્યા હતા કે, મેં હરાવ્યું છે, મેં હરાવ્યું છે. ત્યારે ઈવીએમ બરાબર ચાલતું હતું. આ લોકો પોતાની હાર પચાવી શકતા નથી. તેમને મહારાષ્ટ્રની હાર સ્વીકારવી પડશે.

આ પણ વાંચો : Gujarat માં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન, આ નામાંકિત ગ્રુપો પર કાર્યવાહી

બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ અત્યંત પીડાદાયક

બાંગ્લાદેશની સ્થિતિ પર તેમણે કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે નેહરુને કહ્યું હતું કે તેમને પાકિસ્તાન મોકલો. જો તમે આમ નહીં કરો તો દેશમાં સામાજિક સમરસતા ઉભી નહી થાય. આજે આ જ કારણથી દેશમાં હંગામો મચી ગયો છે. પહેલા બાંગ્લાદેશ પાકિસ્તાનમાં હતું. હવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. હિંદુઓ પર જેટલો અત્યાચાર બાંગ્લાદેશમાં થાય છે તેટલો દુનિયામાં ક્યાંય નથી થતો. ભારત સરકારે વિરોધ વ્યક્ત કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button