આપણું ગુજરાત

Veraval ને મહાનગરપાલિકા અને ચોરવાડને તાલુકાનો દરજ્જો આપવા કોંગ્રેસ ધારાસભ્યની માંગ…

અમદાવાદઃ ગુજરાત સરકારે બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ થરાદ નવો જિલ્લો બનાવ્યો અને નવ નવી મહાનગર પાલિકાઓને મંજૂરી આપી ત્યાર બાદ રાજ્યમાં નવા તાલુકા અને નગરપાલિકાઓ મંજૂર કરવા માગ કરવામાં આવી રહી છે. શામળાજીને તાલુકો અને ભિલોડાને નગરપાલિકા તેમજ વિરમગામને જિલ્લો બનાવવા ભાજપના ધારાસભ્યોએ હૂંકાર કર્યો છે. હવે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ વેરાવળને(Veraval)મહાનગરપાલિકા અને ચોરવાડને તાલુકાનો દરજ્જો આપવા મુખ્યપ્રધાનને પત્ર લખી માગ કરી હતી.

સ્થાનિક લોકોને લાભ મળી શકતો નથી

ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ છે. જ્યાં વેરાવળ-પાટણ-ભીડીયા સંયુક્ત નગરપાલિકા છે. વેરાવળ શહેરની આશરે દોઢ લાખથી વધારે વસ્તી છે તથા પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન માટે સમગ્ર વિશ્વમાંથી લોકો આવે છે. જેથી વેરાવળમાં મહાનગરપાલિકા કક્ષાની સુવિધાઓ નહીં હોવાથી સ્થાનિક લોકોને લાભ મળી શકતો નથી. જેથી વેરાવળ-પાટણ-ભીડીયા સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરરજો આપવામાં આવે તો વિકાસલક્ષી લાભો મળી શકે તેમ છે.

આ પણ વાંચો : ગુજરાતનું વૈશ્વિક કક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર, જ્યાં થઈ રહ્યું છે 300થી વધારે ઝેરી સાપોનું સંશોધન!

ચોરવાડ શહેરમાં આશરે 20157 મતદાર છે

આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં માત્ર એક ચોરવાડ નગરપાલિકા છે. ચોરવાડ શહેરમાં આશરે 20157 મતદાર છે અને આશરે 50000 જેટલી વસ્તી છે. ચોરવાડ શહેર તાલુકો ન હોવાના કારણે તમામ કામગીરી માટે
શહેરના લોકોને 15 કિલોમીટર દૂર માળીયા હાટીના તાલુકા ખાતે ધંધા રોજગાર બંધ રાખીને ધક્કા ખાવા પડે છે.

ચોરવાડ શહેરને અલગ તાલુકાનો દરજ્જો મળે એવી રજૂઆત હતી

વર્ષ 1996-97થી શંકરસિંહ વાઘેલા ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી ચોરવાડ શહેરને અલગ તાલુકાનો દરજ્જો મળે એવી રજૂઆત કરેલી હતી. જેથી માળીયા હાટીના તાલુકાનું વિભાજન કરીને ચોરવાડ શહેરને અલગ તાલુકાનો દરજ્જો આપવામાં આવે તો ઘણા ગામડાના લોકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ થઈ શકે તેમ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button