Gir Somnathમાં સરકારી નોકરીના નકલી એપોઇન્ટમેન્ટ લેટર બનવવાનું કૌભાંડ પકડાયું, 3ની ધરપકડ
રાજકોટ: અમદાવાદમાં નકલી દસ્તાવેજોનું કૌભાંડ પકડાયા બાદ ગીર સોમનાથમાં સરકારી નોકરીના નકલી નિમણૂક પત્રો બનાવતી ટોળકી પકડાઈ છે. સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનોને નોકરી આપવાની લાલચે નકલી નિમણૂક પત્રો આપનારી ટોળકીની ગીર સોમનાથ ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે આરપીઓ આ રીતે લોકો પાસેથી 1 કરોડ રૂપિયા સુધીની વસૂલાત કરતા હતા.
ગીર-સોમનાથના જીલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નકલી નિમણૂક પત્રો પર કલેક્ટર, એસપી, બેંક અધિકારીની સહીઓ મળી આવી છે. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓએ ખોટી ઓળખ આપી સરકારી નોકરીનું વચન આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા.
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી નકલી દસ્તાવેજો બનાવનાર આરોપીની સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ઈજાઝ ખાન પઠાણ તરીકે થઈ હતી. અમદાવાદ સાયબર ક્રાઈમને બાતમી મળી હતી કે શહેરના ફતેવાડી વિસ્તારમાં આવેલી ઈલેક્ટ્રીકલની દુકાનમાં નકલી દસ્તાવેજો બનાવવામાં આવી રહ્યા છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને દસ્તાવેજો સાથે આરોપી ધરપકડ કરી હતી.