જ્યારે Girના આ ગામમાં Lionessએ ચાર બચ્ચા સાથે નાખ્યા ધામા અને…
Gir-Somnathએ Asiatic Lionનું ઘર છે અને અહીં અવારનવાર મધરાતે રસ્તા પર વનરાજ સિંહ પોતાના પરિવાર સાથે લટાર મારતા જોવા મળે છે અને એના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. હવે ગુજરાતના ગીરમાં આવેલા માધુપુર ગામમાં આવેલા ખેતરમાં સિંહે સપરિવાર ધામા નાખતા ખેડૂતોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.
મળી રહેલી માહિતી પ્રમાણે અહીં એક ખેતરમાં સિંહણ પોતાના ચાર બચ્ચાને લઈને રહેવા આવી ગઈ છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં આ Lion Family એકદમ આરામના મૂડમાં જોવા મળી રહી છે.
વન વિભાગ દ્વારા પણ દર થોડાક સમયે સ્થાનિકોને અપીલ કરવામાં આવે છે વન વિસ્તારમાં જતા પર્યટકોએ કે પછી સ્થાનિકોએ જંગલમાં કે તેની આસપાસમાં કચરો ના ફેંકવો જોઈએ. આ સિવાય વન્યપ્રાણીઓ કે પશુ-પંખીઓને કોઈ પણ પ્રકારના ખાદ્યપદાર્થ આપવાનું ટાળવું જોઈએ. જંગલી પ્રાણીઓને રંજાડવા નહીં અને ફોરેસ્ટ લેન્ડ પર કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની એક્ટિવિટી ના કરવાની ભલામણ પણ સ્થાનિકોને વન વિભાગ દ્વારા કરવામાં આવે છે.
જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે સિંહ સપરિવાર કોઈ ખેતર કે વાડીમાં જોવા મળ્યા હોય આ પહેલાં પણ અનેક વખત ગીર, સોમનાથ, જુનાગઢ અને અમરેલી ખાતેથી એવા વીડિયો સામે આવી ચૂક્યા છે જેમાં આ રાતી સિંહે કોઈ વાડી કે ખેતરમાં ધામા નાખ્યા હોય. થોડાક દિવસ પહેલાં જ ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે આવેલી શુગર ફેક્ટરી એરિયામાં સિંહ સપરિવાર લટાર મારતો જોવા મળ્યો હતો અને આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થયો હતો.