આપણું ગુજરાત

Vadodara માં સાત ફુટના  મહાકાય મગરનું ભારે જહેમત બાદ  રેસ્ક્યૂ કરાયું

વડોદરા: વડોદરા(Vadodara) શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધતા ફરીથી મગરો શહેર તરફ આવી રહ્યા છે. દરમિયાન શનિવારે મોડી રાત્રે નવલખી ગ્રાઉન્ડના કુત્રિમ તળાવના ગેટમાં ફસાયેલા સાત ફૂટના મગરને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે મળીને બે કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કર્યું હતું. વડોદરાના નવલખી ગ્રાઉન્ડના કુત્રિમ તળાવના ગેટમાં મગર ફસાયો હોવાની જાણ થતાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી.

બે કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ

આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું હતું કે, શનિવારની રાત્રે 12:30 વાગ્યે નવલખી કુત્રિમ તળાવ ખાતેથી સિક્યુરીટી ગાર્ડનો કોલ આવ્યો હતો કે, એક મગર તળાવના ગેટ પાસે આવી ગયો છે. તાત્કાલિક આવી જાઓ. જેથી તરત જ અમારી ટીમના કાર્યકરોએ ત્યાં પહોંચીને જોયુ તો સાત ફૂટનો મગર તળાવના ગેટ નીચે ફસાયેલો હતો. મગરને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના કાર્યકરો અને વન વિભાગના અધિકારીને સાથે રાખી ગેટ નીચે ફસાયેલા મગરને બે કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપ્યો હતો.

વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગર

વડોદરાની વર્ષ-1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગર છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ એક હજાર કરતાં વધુ મગરો છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button