સિદ્ધપુર જીઆઈડીસીમાંથી 4 મહિના પહેલા લેવાયેલા ઘીના સેમ્પલમાં મળી ભેળસેળ

પાટણઃ સિદ્ધપુર જીઆઇડીસીમાંથી પકડાયેલા 5500 કિલો ઘીના સેમ્પલ ફેલ થયા હતા. શંકાસ્પદ ઘીમાં વેજીટેબલ ઓઈલની ભેળસેળ મળી આવી હતી. સિદ્ધપુર જીઆઇડીસીમાંથી 4 માસ અગાઉ ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ઘીની ફેક્ટરી ઝડપાઈ હતી.
પાટણ ફૂડ વિભાગ દ્વારા 16.52 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીજ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. શંકાસ્પદ ઘીનો રિપોર્ટ આવતા સેમ્પલ ફેલ થયા હતા. પાટણ જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ફેક્ટરીના માલિક સામે ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Also read:
4 મહિના પહેલા ઝડપાયેલા 5500 કિલો ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ઝડપ્યો હતો. જેના રિપોર્ટ હાલ આવ્યો છે. ચાર મહિના બાદ આ ઘીના નમૂના ફેલ આવ્યા છે ત્યારે અત્યાર સુધીમાં હજારો લોકો આ ઘીને આરોગી ગયા હશે.
ડીસામાં પણ થોડા દિવસ પહેલા ફૂડ વિભાગે બાતમીના આધારે રેડ કરી હતી. જીઆઈડીસી વિસ્તારમાં ખાદ્ય તેલ અને ઘીનું પ્રોડક્શન કરતાં ત્રણ એકમો પર ફૂડ વિભાગ ત્રાટક્યું હતું અને શંકાસ્પદ ઘી તથા તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.