ઘેડ વિસ્તારના ખેડૂતો પરેશાન છે, સરકાર નિષ્ફિકર છે: કિસાન કોંગ્રેસ
રાજકોટ: સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢ પોરબંદર દ્વારકા વિસ્તારમાં અતિવૃષ્ટિ જેવો માહોલ છે અને સતત વરસાદના કારણે ઘણા ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા અને વાવેલો પાક પણ સદંતર નિષ્ફળ ગયો હતો.
સરકારમાં વારંવાર સર્વે માટે કહેવા છતાં ગોકળગાયની ગતિએ કાર્ય થતું હોય ખેડૂતો પરેશાન છે.
જેતપુર પંથકમાં તો ડાઇંગ ફેક્ટરીઓને કારણે કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડાતું હોય ઘાસ પણ બળી જાય તેવા સંજોગોમાં પાક તો કઈ રીતે ઉગે આ અંગે વારંવાર સરકારમાં રજૂઆતો કરી છે પરંતુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ રૂપિયા લઇ અને કાર્યવાહી કરતું નથી તેવા આક્ષેપો પાલભાઈ આંબલીયા એ કર્યા હતા. એક સાડી દીઠ ત્રીસ રૂપિયા તે વિસ્તારના કહેવાતા સાવજ રાજકારણી અને પ્રદૂષણ બોર્ડ વચ્ચે વહેંચાય છે તેઓ પણ આક્ષેપ તેમને કર્યો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં યુનિ. પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં 25,000 લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો
પાક ધોવાનું 25% આસપાસ સર્વે થયું છે પરંતુ જમીન ધોવાણનું તો એક ટકો પણ કાર્ય થયું નથી.જૂનાગઢના ધેડ વિસ્તારમાં અતિવૃષ્ટિ અને જમીન ધોવાણના સર્વેનું કામ ધીમી ગતિએ ચાલે છે.
સર્વે કરવા કોઈ આવતું નથી. પાલભાઈ આંબલીયા ની સાથે ઘેડ વિસ્તારના ખેડૂતોએ પણ પોતાની વ્યથા ઠાલવી હતી.
ખેતરનું ધોવાણ થવાથી ખેડૂતોનું ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
સરકારને મીડિયાના માધ્યમથી કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા એ ચીમકી આપતા જણાવ્યું હતું કે જો તાત્કાલિક 10 હજાર કરોડથી ઉપરનું પેકેજ જાહેર કરવામાં નહીં આવે તો કિસાન આંદોલન થશે.