આપણું ગુજરાત

ગેનીબેનનું નિવેદન “ગાયોના કતલખાના પાસેથી કોંગ્રેસે ચૂંટણી ફંડ લીધું હોય તો….

પાટણ: બનાસકાંઠાથી સાંસદ બનેલા ગેનીબેન ઠાકોર દિલ્હીથી સંસદનું સત્ર પૂરું કરીને હવે વતન પરત ફર્યા છે. લાખણીમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપતા તેમણે ભાજપમાં ગયેલા નેતાઓને કોંગ્રેસમાં પરત ફરવાનું નિયમંત્ર આપ્યું હતું. આ સાથે જ તેમણે કતલખાના પાસેથી કોણે કેટલું ચૂંટણી ફંડ લીધું તે જાહેર કરવાની પણ માંગ કરી હતી.

બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે લાખણી તાલુકાના લાલપુર ગામમા સન્માન સમારંભ કાર્યક્રમમા હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે નિવેદન કરતાં કહ્યું હતું કે આજસુધી કઈ પાર્ટીએ કતલખાના પાસેથી કેટલું ચૂંટણી ફંડ લીધું તે પણ સંસદ જાહેર કરવું જોઈએ. એટલે ખબર પડે કે કોણે કોણે ગાયોને નામે ગાયોના કતલખાના પાસેથી ચૂંટણી ફંડ લીધું છે. જો તેમાં કોંગ્રેસ હોય તો કોંગ્રેસનું નામ પણ જાહેર કરવું જોઈએ. જેથી બધાને ખબર પડે કે ગાયોના નામે મત માંગનારની વાતો પણ અલગ હોય છે અને ગાયોના નામે ચૂંટણી ફંડ લેનારની વાતો પણ અલગ હોય છે.

આ સાથે જ તેમણે કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓને ઘરવાપસી કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવેને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માટે આમંત્રણ આપ્યું હતું. મહેશ દવે 2017માં ભાજપનો સાથ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને બાદમાં 2023 માં પુનઃ ભાજપ સાથે જોડાય ગયા હતા. કાર્યક્રમમા હાજરી આપી ગેનીબેને લાખણી તાલુકાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ‘લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત આવું છું અને અબાસણા ગામે જેટલા વોટ આપ્યા છે એટલા વોટ લાલપુર ગામે પણ આપ્યા છે એટલે આભાર માનવા આવી છું.’

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button