આપણું ગુજરાત

ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર, સિનિયર ક્લાર્કની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર

ગાંધીનગરઃ ગૌણ સેવા પસંદગી મંડળ (Gaunseva pasandagi mandal) ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગૃપ એ તથા ગૃપ બીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કેટેગરી વાઈઝ ભરવાની થતી જગ્યામાં સાત ગણા ઉમેદવારો લાયક ઠર્યા છે. જોકે, નોટિફિકેશન કરતા અલગ પરિણામ જાહેર થતાં ઉમેદવારોમાં રોષ ફેલાયો છે.

3.40 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી:

ગુજરાતના વર્ગ 3ની 5,554 જગ્યાઓ માટે 3.40 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. અલગ અલગ 21 કેડરની 5,554 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષાનું પ્રાથમિક પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગ્રુપ A અને ગ્રુપ B માટેની સયુંકત પ્રિલિમ પરીક્ષાઓ 20મેનાં રોજ પૂર્ણ થઈ હતી. 1લી એપ્રિલથી 20મે સુધી 19 દિવસોમાં 71 શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી. મેરીટમાં આવનાર ઉમેદવારોની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

66 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી:

પાંચ લાખ 819 ઉમેદવાર પૈકી 66 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે ઉમેદવારોએ પરીક્ષામાં હજાર રહ્યા નથી તેમના બેંક એકાઉન્ટમાં ફી પરત ઓનલાઇન ખાતામાં જમાં કરવામાં આવશે. પરીક્ષા 11મી મે થી 20મી મે સુધી ચાલી હતી. 5,553 જેટલી વર્ગ 3 ની જુનિયર ક્લાર્ક,સિનિયર કલાર્ક સહિત 21 જેટલા સંવર્ગોની લેવાઈ રહી છે પરીક્ષા. ઉમેદવારોની ઓનલાઇન પરીક્ષા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવાઈ હતી.

પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર:

સરકારી નોકરી માટેના પગાર ધોરણ પોસ્ટ અને વિભાગ અનુસાર અલગ-અલગ છે. સૌથી ઓછો પગાર માસિક રૂ. 26000 સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને કલેક્ટર કચેરી ક્લાર્કનો છે. તો કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ–રજિસ્ટ્રાર ગ્રેડ-1, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી પદ પસંદગી પામનાર ઉમેદવારને રૂ 49600 માસિક પગાર મળશે. નિમણુંક થનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button