આપણું ગુજરાત

સોમનાથમાં ડીમોલિશન પર ગેનીબેન ઠાકોરનું નિવેદન: ‘ગરીબોના દિલ દુભાવા પર ભગવાન ક્યારે રાજી નથી’

સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ જ્યોતિર્લિંગ નજીક શુક્રવારે તંત્ર દ્વારા 36 જેટલા બુલડોજરોથી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ના અંતર્ગત કરવામાં આવી રહ્યું હોવાનું તંત્રએ જણાવ્યુ છે. તંત્રની આ કાર્યવાહીને લઈને લોકોએ ઉગ્ર વિરોધ પણ કર્યો હતો. જોકે હવે આ મામલે રાજકારણ પર વાયુ છે અને બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સોમનાથ ડિમોલિશન અંગે નિવેદન આપ્યું છે.

ગેનીબેન ઠાકોરે સોમનાથ ડીમોલીશન કાર્યવાહી પર નિવેદન આપતા કહ્યું હતું કે, સોમનાથ હોય કે અયોધ્યા કોઈપણ ધાર્મિક સ્થળોએ દબાણ ક્યારે સ્વીકાર્ય ન હોઈ શકે. પરંતુ ઘણા વર્ષોથી નાનો મોટો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ પરિવારને આવી રીતે બે ઘર કરી દેવું યોગ્ય નથી. સરકારની આ કાર્યવાહીથી આ ગરીબ લોકોને માથે આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ થઈ ગઈ છે. તંત્રએ આ કાર્યવાહી કરતા પહેલા ગરીબો માટે વ્યવસ્થા કરવી જોઈએ અને તે પછી જ ડિમોલેશન કરવું જોઈએ.

ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, ગરીબો નું દબાવીને કામ કરનારા લોકો પર ભગવાન ક્યારેય રાજી ન હોઈ શકે. આ ઉપરાંત ગેનીબેને મૈત્રી કરાર કાયદાને રદ્દ કરવાની પણ માંગ કરી હતી. જેમણે કહ્યું હતું કે આવા કાયદાઓથી વર્ગ વિગ્રહ વધે છે.

ઉલ્લેખનીએ છે કે છેલ્લા માર્ચ મહિનાથી ચાલી રહેલી સર્વેની કામગીરી પૂર્ણ થતાં સરકારે બુલડોઝર કાર્યવાહી આરંભી હતી. સોમનાથ મંદિરની પાછળ આવેલી છે સરકારી જમીન પર સરકારે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી હતી. સરકારની આ કાર્યવાહી સામે લોકોએ ઉગ્ર વિરોધ નોંધાયો હતો પરંતુ પોલીસ કાફલાને સાથે રાખીને તંત્રએ ડિમોલિશન કામગીરી પાડી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button