જેલમાં બંધ ગણેશ જાડેજા ગોંડલ નાગરિક બેન્કનાં વાઈસ ચેરમેન તરીકે ચૂંટાયો
રાજકોટઃ જુનાગઢ જેલમાં બંધ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને સહકારી બેંકના વાઈસ ચેરમેન તરીકેની વરણી કરવામાં આવી છે. જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ ગોંડલ નાગરિક બેન્કનાં વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે ચેરમેન તરીકે અશોક પીપળીયા રિપીટ થયા છે. ગણેશ ગોંડલે જેલમાંથી બેંકની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી.
આજે નાગરિક બેંક ખાતે ચૂંટાયેલા નવી બોડીની બેઠક યોજાઈ હતી, ગોંડલ નાગરિક બેંકમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને એમ.ડી. ની વરણી કરવામાં આવી છે. જેમાં નાગરિક બેંકનાં ચેરમેન તરીકે અશોક પીપળીયાની સતત ત્રીજી વખત વરણી કરવામાં આવી છે. જ્યારે વાઈસ ચેરમેન તરીકે ધારાસભ્યનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજાની નિમણૂક કરાઈ છે. એમ.ડી. તરીકે પ્રફુલ ટોળિયાની પસંદગી કરવામાં આવી છે. આ સમયે મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ ઊમટી પડ્યા હતા.
ગોંડલ નાગરિક બેંકનાં ચેરમેન તરીકે અશોક પીપળીયા રિપીટ થયા છે. ગણેશ ગોંડલે ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને જીત બાદ વાઇસ ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જુનાગઢમાં દલિત યુવકનું અપહરણ કરી માર મારવાનાં કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી. ગણેશ ગોંડલે જેલમાંથી ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી લડી હતી, જેમાં તેનો વિજય થયો હતો. આ સાથે સહકારી જગતમાં ગણેશ ગોંડલે પ્રવેશ કર્યો છે.
Also Read –