Rajkot: ગણેશ ગોંડલની જેલમાં બેઠા નાગરિક બેંકની ચૂંટણીમાં જીત

રાજકોટઃ રાજકોટ(Rajkot)જિલ્લાની ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના યતિષ દેસાઈની પેનલની કરારી હાર થઇ છે. ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઇ છે. ભાજપની પેનલનો વિજય થતા સમર્થકોએ ઢોલ-નગારાં વગાડી, ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો. હાલ જૂનાગઢની જેલમાં રહેલા જયરાજસિંહના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ ગોંડલ)નો વિજય થતાં ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચૂંટણી જીતવાની આ પ્રથમ ઘટના બની છે.
જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ બરકરાર
ગોંડલ નાગરિક બેંકની હાઇવોલ્ટેજ ડ્રામા સમી ચૂંટણીનું પરીણામની સમગ્ર ગુજરાતની મીટ મંડાઇ હતી તેવી ગોંડલની નાગરિક બેંકની ચૂંટણીની મતગણતરી ગત રાત્રિના 8:30 કલાકે શરૂ થઈ હતી. મતગણતરીની શરૂઆતથી જ ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા. આજે વહેલી સવારે પરિણામ જાહેર થતાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો. જેમાં સૌથી વધુ મત મેળવી ચેરમેન અશોક પીપળિયા કિંગમેકર સાબિત થયા છે.

આ પણ વાંચો : ‘દેશના 1 કરોડ યુવાનોને દેશની 500 પ્રીમિયમ કંપનીઓમાં 1 વર્ષ માટે ઈંટર્નશિપ’- રાજકોટમાં ડો. માંડવિય
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન
મતગણતરીને લઈને કડવા પટેલ સમાજમાં 30 બુથ ઊભા કરાયાં હતાં. ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ નાગરિક બેંકના 55 કર્મચારીઓ, 90 શિક્ષકો તથા 30 માર્કેટ યાર્ડના કર્મચારીઓને કામે લગાડ્યા હતા. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.