આપણું ગુજરાત

ગાંધીનગર જિલ્લા પંચાયતના ફિક્સ પગારવાળા કર્મીઓ બોનસથી વંચિત રહેતાં નારાજગી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હસ્તકના ફિકસ પગારવાળા કર્મચારીઓમાં ભારે નારાજગી પ્રવર્તે છે. છેલ્લી ઘડી સુધી તેઓ બોનસથી વંચિત રહેતા અસંતોષની લાગણી પ્રસરી છે. દિવાળીના તહેવારો શરૂ થવા આવ્યા હોવા છતાં બોનસ નહીં મળતા ફિકસ પગાર મેળવતા કર્મચારીઓના પરિવારો પણ નારાજ થયા છે. તાજેતરમાં જ રાજયના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાત એસ.ટી. નિગમના ફિકસ પગારના કર્મચાીરીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સાત હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે, પરંતુ પંચાયત વિભાગના ફિકસ પગારમાં ફરજ બજાવતા કર્મચારીઓને પગાર વધારાનો લાભ પણ મળ્યો ન હોવાની ચર્ચા ઊઠી છે. ગાંધીનગર જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયતના વિવિધ વિભાગોમાં અંદાજે ર૦૦ જેટલા કર્મચારીઓ ફિકસ પગાર ઉપર ફરજ બજાવી રહ્યા છે તેમના પગારમાં હજુ સુધી વધારો કરવામાં આવ્યો ન હોવાથી તેઓ નારાજ છે તે ઉપરાંત ખાનગી કંપની હેઠળ પંચાયત હસ્તકની કચેરીઓમાં ફરજ બજાવતા ફિકસ પગાર મેળવતા કર્મચારીઓને બોનસ પણ આપવામાં ન આવ્યું હોવાની ફરિયાદ ઊઠી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button