આપણું ગુજરાત

ગાંધીનગરને રંગ-બેરંગી `મૂન લાઈટ’થી દુલ્હનની જેમ સોળ શણગારોથી સજાવાયું

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. 10 જાન્યુઆરી 2024ના રોજ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજજ બન્યું છે.વડા પ્રધાન સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતના પાટનગર ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમના મુખ્ય સ્થળ મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સિટી, ગિફ્ટ સીટી સર્કલ, ચ-રોડ, ઘ-2 સર્કલ, રક્ષાશક્તિ ફ્લાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગ-બેરંગી `મૂન લાઈટ’ અને વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવી છે. ગાંધીનગરની રાત્રિના આ નયનરમ્ય નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button