આપણું ગુજરાત

ગાંધીનગર-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ અને સોમનાથ એક્સપ્રેસમાં જનારા પ્રવાસીઓ આ વાંચી લેજો

અમદાવાદઃ પશ્ચિમ રેલવે (Western railways) દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોના સમય પાલનમાં વધુ સુધારો કરવા માટે 15 મે 2024થી ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ અને ગાંધીનગર-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કરાયા છે જેની વિગતો પ્રવાસીઓએ જાણી લેવી જરૂરી છે.

  1. ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ – વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ગાંધીનગરથી વર્તમાન નિર્ધારિત સમય 21:55 કલાકના સ્થાને 21:45 કલાકે (10 મિનિટ વહેલા) પ્રસ્થાન કરશે અને 22.08/22.10 કલાકે ચાંદલોડિયા બી, 22.56/22.58 કલાકે વિરમગામ અને 05:45 કલાકે વેરાવળ પહોંચશે.
  2. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ – વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગરથી વર્તમાન નિર્ધારિત સમય 10:35 કલાકના સ્થાને 10:30 કલાકે (05 મિનિટ વહેલા) ઉપડશે. અન્ય તમામ સ્ટેશનો પર આગમન અને પ્રસ્થાનનો સમય યથાવત રહેશે.
  3. ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર સોમનાથ એક્સપ્રેસ વેરાવળથી તેના નિર્ધારિત સમયે 21:50 કલાકે પ્રસ્થાન કરશે તથા વિરમગામ 04:21/04:23 કલાકના સ્થાને 04:05/04:07 કલાકે, ચાંદલોડિયા બી 05:10/05:12 કલાકના સ્થાને 04:50/04:52 કલાકે તથા ગાંધીનગર 05:55 કલાકના સ્થાને 05:40 કલાકે પહોંચશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button