Fire Engulfs Gandhinagar Secretariat

ગાંધીનગરના જુના સચિવાલયમાં લાગી આગ, દસ્તાવેજો અને કમ્પ્યુટર્સ બળીને ખાખ

ગાધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી જૂના સચિવાલય ઇમારતમાં આજે અચાનક આગ ફાટી નીકળી (Gandhinagar Old Secretariat building fire) હતી. આગને કારણે દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે તુરંત પહોંચીને આગ બુજાવી હતી. સદભાગ્યે કોઈ જાનહાની થઇ નથી. ફાયર વિભાગના અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે.

આગની ઘટનાને કારણે સચિવાલયમાં રાખેલા અનેક દસ્તાવેજો અને કમ્પ્યુટર્સને બળી ગયા છે, જેના કારણે મહત્વની માહિતીઓ નષ્ટ થઇ ગઈ છે. નુકશાન અંગે સચિવાલયના અધિકારીઓએ કોઈ ચોક્કસ માહિતી આપી નથી.


Also read: National Milk Day: દૂધ ઉત્પાદનમાં ગુજરાત ચોથા સ્થાને! AMULએ સર્જી શ્વેત ક્રાંતિ


ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, “જૂના સચિવાલયની બિલ્ડીંગમાં આગ લાગવાનો કોલ મળતાં જ ટીમ અહીં પહોંચી હતી. બિલ્ડીંગમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો, બે ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ બુજાવવા અમારે ઓફિસની બારીના કાચ તોડવા પડ્યા હતાં. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.” અધિકારીઓએ જણાવ્યું હતું કે આગનું કારણ અને નુકસાનનું પ્રમાણ હજુ સુધી જાણી શકાયું નથી.

Back to top button