આપણું ગુજરાતગાંધીનગરટોપ ન્યૂઝ

Ahmedabad metro: હવે માત્ર આટલા રૂપિયામાં જ અમદાવાદથી ગાંધીનગર પહોંચી જવાશે, જુઓ ટાઈમટેબલ

અમદાવાદઃ ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કનો ફેઝ-2 આવતી કાલે મંગળવારે જાહેર જનતા માટે પ્રારંભ કરવામાં આવશે છે. અમદાવાદના વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રાનું ભાડું રૂ. 35 રહેશે અને 33.5 કિ.મીનું અંતર 65 મિનિટમાં પૂરું કરશે. જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી તૈયાર થયો છે. તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે, જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો શરૂ થશે.

સેક્ટર-1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનનું ભાડુ:
મેટ્રો ફેઝ-2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. મેટ્રો ફેઝ-2નો એક કોરિડોર ગિફ્ટ સિટી અને અમદાવાદને જોડશે. અમદાવાદના એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રા 33.5 કિ.મી અંતર 65 મિનિટમાં કપાશે. જેનું ભાડું રૂ. 35 નક્કી કરવામાં આવ્યું છે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે. તેની સરખામણીએ, ટેક્સીથી આ મુસાફરીનો સમય 80 મિનિટ જેટલો થાય છે, જેનું ભાડું રૂ. 415થી પણ વધારે થાય છે.

GNLUથી ગિફ્ટ સિટીના રૂટમાં કુલ 19 ફેરા થશે:
આ ઉપરાંત જીએનએલયુ મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન વચ્ચે સવારે 8:25 થી સાંજે 6:35 જ્યારે ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી જીએનએલયુ મેટ્રો સ્ટેશન સવારે 7:18 થી સાંજે 6:48 વચ્ચે દોડાવાશે. જીએનએલયુથી પીડીઈયુ ચાર મિનિટમાં અને ગિફ્ટ સિટી 10 મિનિટમાં પહોંચાશે. આ રૂટમાં કુલ 19 ફેરા થશે. આગામી સમયમાં મોટેરાથી સેક્ટર-1 જીએનએલયુથી ગિફ્ટ સિટીના ફેરામાં વધારો કરવામાં આવે તેવી સંભાવના છે.

મોટેરાથી સેક્ટર-1 જવા માટે છેલ્લી ટ્રેન સાંજે છ વાગે ઉપડશે
સવારે 7:20 વાગ્યે સેક્ટર-1થી નીકળીને ટ્રેન સવારે 7:36ના જીએનએલયુ, સવારે 7:55ના મોટેરા પહોંચશે. સેક્ટર-1થી છેલ્લી ટ્રેન સાંજે 6:40 વાગ્યે નીકળશે. મોટેરાથી પહેલી ટ્રેન સવારે 8 વાગે નીકળશે, જે સવારે 8:17ના જીએનએલયુ, સવારે 8:35ના સેક્ટર-1 પહોંચશે. મોટેરાથી છેલ્લી ટ્રેન સાંજે 6 વાગે ઉપડશે.

રૂટ અને અંતર:
મેટ્રોના બીજા ફેઝનો રૂટ 21 કિ.મીનો છે, જે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-1ને જોડશે. મોટેરાથી મેટ્રો ગાંધીનગરના આઠ સ્ટેશન પર દોડશે જેમાં જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર-1નો સમાવેશ થાય છે.

ટ્રાફિકને હળવો થશે:
ઓટોરિક્ષામાં આ રૂટ પર ભાડું રૂ. 375 જેટલું રહે છે, જેમાં સમય મેટ્રોથી વધારે રહે છે. સમય અને ખર્ચની બચત થવાથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને ગાંધીનગર અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓ માટે મેટ્રો પરિવહન પસંદગીનો વિકલ્પ બની રહેશે. આ સેવા શરૂ થવાથી અમદાવાદના વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિકને હળવો કરવામાં મદદ મળશે.

દિવ્યાંગ મુસાફરોની સલામતી સુવિધા

મુસાફરોની સલામતી માટે ઈમરજન્સી ટેલિફોન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ , પેસેન્જર્સ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ વગેરે સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે. દિવ્યાંગ વ્યક્તિ પણ મેટ્રોની સુવિધાનો લાભ લઈ શકે તે માટે રેમ્પ અને વ્હીલચેરની સુવિધા પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ambaji ભાદરવી પૂનમના મેળામાં બાળ સહાયતા કેન્દ્રે ગુમ થયેલા 42 બાળકોનું પુનઃમિલન કરાયું

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…