આપણું ગુજરાતભુજ

ગાંધીધામ સંકુલમાં વીજશોક લાગવાના જુદા-જુદા બનાવોમાં બે મોતથી અરેરાટી

ભુજ: સમગ્ર રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છમાં વીતેલા બે દિવસ દરમ્યાન એક ઇંચથી લઇ ૧૦ ઇંચ સુધીની મેઘમહેર થઇ છે ત્યારે ભીના થઇ ગયેલા વીજ ઉપકરણોના કારણે પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરના ભારતનગર ખાતે એક યુવાન અને અંતરજાળમાં રહેનારી પરિણીતાનું મોત નીપજતાં પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.

આ અંગે જાણવા મળેલી વિગતો અનુસાર, શહેરના ભારતનગર વિસ્તારમાં પાણી ચડાવવાની વીજ મોટરને અડી જતાં લાગેલા જોરદાર કરંટથી શહેરના સુંદરપુરીના કાનજી ડાયા પ્રજાપતી (ઉ.વ.૪૮) નામના યુવકે તત્કાળ દમ તોડી દીધો હતો જયારે તાલુકાના અંતરજાળમાં ઘરના બાથરૂમમાં લાઈટની સ્વીચને ચાલુ કરવા જતાં લાગેલો જીવલેણ વીજશોક મીનાબેન અલાના રાયશી નામની ૨૭ વર્ષની યુવાન પરિણીતાને ભરખી ગયો હતો.

આ પણ વાંચો : Gujarat ના બોરસદમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો, વડોદરામાં ધોધમાર વરસાદ, ટ્રેન સેવાને પણ અસર

શહેરના નવી સુંદરપુરી ભરવાડવાસમાં રહેનાર કાનજી પ્રજાપતી કન્સ્ટ્રકશન કામના સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો હતો. ભારત નગરમાં માનવ ધર્મ આશ્રમની બાજુમાં તેમની સાઈટ પર વરસતા વરસાદ વચ્ચે કાર્ય ચાલી રહ્યું હતું એ દરમ્યાન પાણીની વીજ મોટરને ભૂલથી અડી જતાં આ યુવકને વીજશોક લાગતા સારવાર મળે તે પૂર્વે યુવકે અંતિમ શ્વાસ લીધા હતા.
આ પ્રકારનો અન્ય બનાવ અંતરજાળ ગોપાલ નગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં બન્યો હતો. અહીં રહેનારી મિનાબેન નામની પરિણીતા પોતાના ઘરે બાથરૂમમાં બલ્બની સ્વીચને ચાલુ કરવા જતાં લાગેલા વીજશોકથી પરિણીતાનું તત્કાળ મોત થયું હતું. ગાંધીધામ પોલીસે બંને બનાવોમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી લોકોને વરસાદી વાતાવરણમાં વીજ ઉપકરણોનો વપરાશ કરતી વેળાએ સાવધાની રાખવા અપીલ કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…