ગાંધીનગરમાં જ ગાંધીજી ભુલાયા!
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે શહીદ દિન તરીકે ઉજવાય છે ૧૦ ને ૫૯ મિનિટે સાયરન વગાડવામાં આવે છે અને બે મિનિટનું મૌન પાળવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં મુકાયેલી સાયરન વાગી હતી, જો કે બે મિનિટની મૌન પાળવાની જગ્યાએ દરેક પોતાના કામમાં જ વ્યસ્ત હતા. વિધાનસભા સામેનો રસ્તા પરનો ટ્રાફિક પણ કઈ જ ખબર ન હોય તે પ્રકારે ચાલુ હતો. રસ્તા પર લોકોની અવરજવર પણ જોઈ શકાતી હતી. રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં મુકાયેલી સાયરન વાગી હતી. જો કે બે મિનિટ મૌન પાળવાની જગ્યાએ દરેક પોતાના કામમાં જ વ્યસ્ત હતા. વિધાનસભા સામેનો રસ્તા પરનો ટ્રાફિક પણ કઈ જ ખબર ન હોય તે પ્રકારે ચાલુ હતો. રસ્તા પર લોકોની અવરજવર પણ જોઈ શકાતી હતી. ગાંધીનગરમાં પણ સચિવાલય, સરકીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓ દ્વારા બહાર પાડવામાં આવશે તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું હતું.