બહુચર્ચિત હત્યાના પ્રયાસ કેસમાં ફરાર નીતા ચૌધરીની લીમડીથી ધરપકડ
ભુજ: કચ્છની બહુચર્ચિત હત્યાના પ્રયાસ કેસમાં થોડા દીવસ પૂર્વે ફરાર થયેલી સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે અટકાયત કરી છે. ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ્દ કર્યા બાદ મહિલા કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ તેને શોધવામાં લાગી હતી.
હાલમાં જ કચ્છના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ સાથે ઝડપાયેલી સીઆઈડી ક્રાઈમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા ચૌધરી પર હાલ અદાલતી કાર્યવાહીમાં કોર્ટ દ્વારા જામીન નામંજૂર કરતાં લેડી કોન્સટેબળ ફરાર તહી ચૂકી હતી. જો કે તેને શોધવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી હતી. પોલીસે તેનું પગેરું કાઢીને સુરેન્દ્રનગરના ભલગામડાથી તેની ધરપકડ કરી છે.
સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીના ફરાર થયા બાદ પોલીસે તેને શોધવાની તપાસ આદરી હતી. આ દરમિયાન એટીએસને નીતા ચૌધરી બાતમી આરોપી બુટલેગરના સગાને ત્યાં છૂપાય હોવાની બાતમી મળી હતી. આ બાદ પોલીસે સુરેન્દ્રનગર પંથકમાં લીમડીના ભલગામડાથી નીતા ચૌધરીને ઝડપી લીધી છે. નીતા ચૌધરી આરોપી બુટલેગરના સાસરીમાં છુપાઇ હોવાની વિગતો સામે આવી છે.