રાજકોટમાં ઈન્શ્યોરન્સ પોલિસીના નામે છેતરપિંડી કરાઈ
રાજકોટઃ શહેરમાં ઈન્શ્યોરન્સ પોલિસીના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં શિકાર બનનારી મહિલા આશાબેન પટેલે પોલીસ અને ગ્રહક સુરક્ષામાં કરી ફરિયાદ કરી હતી. આ સંબંધમાં ફરિયાદી આશાબેન પટેલે કહ્યું હતું કે મને ગિફ્ટ માટે ફોન આવ્યો અને ત્યાર બાદ ત્યારે ઇન્સ્યોરન્સ લેવડાવ્યો.
ખાનગી ઈન્શ્યોરન્સ કંપનીના નામે ફેમિલી વીમો કવર થશે કહી પોલિસી લેવડાવી હતી. પ્રેગ્નન્સીનો ખર્ચો ઈન્શ્યોરન્સ કંપની આપશે તેવું સમજાવ્યા બાદ કોઈ જ લાભ ન આપ્યો ત્યાર બાદ તેના સંબંધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જોકે, પોલિસી લેવામાં આવ્યા પછી છેતરાયા હોવાની જાણ થઈ હતી. ઈન્શ્યોરન્સ પોલિસી આવી ત્યારે માત્ર પતિના નામે એક્સિડન્ટ પોલિસી જ આવી હતી. આ સંબંધમાં ગોંડલ રોડ પર રિલાયન્સ ઈન્શ્યોરન્સ કચેરીએ રજૂઆત કરવા જતા માર મારવામાં આવ્યો હતો.
દર વર્ષે 31,500 રૂપિયાનો પોલીસીનો ચાર્જ લેવામાં આવ્યો. એટલું જ નહીં, હવે ફરિયાદીએ માંગ કરી છે કે રૂપિયા પરત કરવામાં આવે. ફરિયાદીએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારી અને ફ્રોડની ફરિયાદ નોંધાવી.. પોલીસ સ્ટેશનમાં ઈન્શ્યોરન્સ કંપનીના મેનેજર અમીનેશ દેસાઈ અને સામ્યા મેડમ અને દિવ્યા મેડમ સામે ફરિયાદ નોંધાવી હતી. જૂન 2023થી અત્યાર સુધીમાં 61,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી તેના રૂપિયા પરત કરવાની માગણી કરી હતી.
Also Read –