આપણું ગુજરાત

ફ્રાંસ કબૂતરબાજી કેસ ૧૪ એજન્ટ સામે ગુનો નોંધાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ફ્રાંસ કબૂતર બાજી મામલે તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમે દુબઈ, મુંબઈ, દિલ્હી, કલોલ, વલસાડ સહિતના કુલ ૧૪ એજન્ટો વિરુદ્ધ છેતરપિંડી કરવાથી લઈને પુરાવાનો નાશ કરવા સુધીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. લેજન્ડ ફ્લાઈટમાં ૩૦૦ ભારતીયને અમેરિકામાં ગેરકાયદેસર ઘુષણખોરી કરવવામાં આવતી હતી. જેમાં દુબઈ થઈને નિકારગુઆ એરપોર્ટ પર જયારે ફ્લાઈટ ફ્યુઅલ પુરાવવા ઉભું રહ્યું તે સમયે ફ્રાંસ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેની તપાસ સીઆઈડી ક્રાઈમ અને સીબીઆઈ સહિત રાજ્ય બહારની એજન્સી પણ કરી રહી હતી. સીઆઈડી ક્રાઈમે આ મામલે ૧૪ એજન્ટો વિરુદ્ધ સત્તાવાર ગુનો નોંધ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકામાં ગેરકાયદેસર ઘુષણખોરી કરતા પહેલા જ ઝડપાઈ ગયેલા ૬૬ ગુજરાતીઓની તપાસ કરવામાં આવતા અડધો ડઝન એજન્ટોના નામ બહાર આવ્યા હતા.પરંતુ તેમાંથી છણાવટ કરીને તપાસ એજન્સીએ ૧૪ એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધીને તમામની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. જગ્ગી પાજી, કિરણ પટેલ, રાજુભાઈ મુંબઈ, ચંદ્રેશ પટેલ-કલોલ, જોગીન્દર સિંઘ માનસિંહ-દિલ્લી, સલિમ દુબઈ, શેમ પાજી, ભાર્ગવ દરજી, સંદિપ પટેલ-કલોલ, રાજુ- મુંબઈ, પિયુષ બારોટ-કલોલ, અર્પિતઉર્ફે માઈકલ ઝાલા, રાજા ભાઈ-મુંબઈ, જયેશ પટેલ-વલસાડ હાલ સીઆઈડી ક્રાઈમે તમામ વિરુદ્ધ ગુનો નોધીને તપાસ શરુ કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમની અત્યારસુધીની તપાસ કેટલીક બાબતો ધ્યાને આવી છે. જેમાં ઘણાં સબ એજન્ટો અમેરિકામાં વસવાટ કરતા હતા કબુતરબાજીમાં આવેલા લોકોને તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી આપતા હતા. આવી બીજી ઘણી માહિતી સીઆઈડી ક્રાઈમે સીબીઆઈને સોંપી હતી. સીઆઈડી ક્રાઈમે ૬૬ ગુજરાતીઓની તો તપાસ કરી જ છે. ઉપરાંત પ્લેનમાં સવાર બીજા જે ભારતીયો હતા. તે લોકો ક્યા એજન્ટ મારફતે નીકળ્યા તે પ્રકારની વિગતો પણ ચકાસવામાં આવી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ૬૬ ગુજરાતીઓ જે એજન્ટો મારફતે અમેરિકા જવાની ફિરાકમાં હતા તે તમામ એજન્ટો એક બીજાની સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ રાજ્ય બહારના એજન્ટો પણ ગુજરાતના એજન્ટોની સાથે સંપર્ક હોવાનું તપાસમાં સામે આવ્યું છે માટે હવે સીઆઈડી ક્રાઈમનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, તમામ એજન્ટોનો મુખ્ય એજન્ટ કોણ છે, જેણે ૩૦૩ લોકો માટે આર્થિક સહાય પૂરી પાડી હશે.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા