Vadodara માં ચાર હજારથી વધુ લોકોનું સ્થળાંતર, મોરબીમાં ડૂબી જવાથી ચાર લોકોના મોત
અમદાવાદ: ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદના પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેમાં વડોદરામાં(Vadodara) છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદથી વિશ્વામિત્રી નદી બે કાંઠે થઇ હતી. જેના પગલે નદી કાંઠા વિસ્તારમાં રહેતા ચાર હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના આજવા સરોવરમાં વરસાદી પાણીની આવક થતા મનપા દ્વારા છોડવામાં આવ્યું હતું.
વિશ્વામિત્રી નદી ભયજનક લેવલ 26 ફૂટને ઓંળગીને 27.85 ફૂટે પહોંચ્યું
આ ઉપરાંત વાઘોડિયા, સાવલી ધનિયાવી જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી પણ પાણી વિશ્વામિત્રી નદીમાં આવતા નદીની સપાટી ભયજનક લેવલ 26 ફૂટને ઓંળગીને 27.85 ફૂટે પહોંચી જતા શહેરમાં કાંઠા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા તંત્ર દોડતું થયુ છે. જેમાં કાંઠા વિસ્તારમાં રહેતા ચાર હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
લોકોને 20 જેટલી સરકારી સ્કૂલોમાં સ્થળાંતર કર્યું
રેસક્યુ કરાયેલા ચાર હજાર લોકોને 20 જેટલી સરકારી સ્કૂલોમાં સ્થળાંતર કર્યું હતું. સલામત સ્થળે ખસેડ્યા બાદ તંત્ર દ્વારા ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતા. વિશ્વામિત્રી નદીના જળસ્તર વધતા વડસર ગામ અને કોટેશ્વર ગામના માર્ગ પર પાણી ફરી વળ્યા હતા
મોરબીમાં ડુબવાથી ચાર લોકોના મોત
મોરબી જિલ્લામાં સારો વરસાદ વરસવાથી જળાશયોમાં નવા નીરની આળક થઈ છે, જે જીવલેણ સાબિત થવા લાગી છે. મોરબી જિલ્લા અલગ અલગ વિસ્તારમાં આવેલા જળાશયમાં ડૂબવાની ચાર ઘટના બની હતી જેમાં અલગ અલગ સ્થળે ચાર લોકોના મૃતદેહ મળ્યા હતા. મોરબી ફાયર વિભાગની ટીમે અલગ અલગ સ્થળેથી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કામગીરી હાથ ધરી હતી. મોરબી ફાયર વિભાગની ટીમ દિવસ દરમિયાન સતત દોડતી રહી હતી
Also Read –