(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ હતી. રાજ્યસભાની ચાર બેઠક માટે તા.27મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. તા.8મી ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે, જે માટે તા.15મી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું રહેશે. તા.27મી ફેબ્રુઆરીએ ચાર બેઠક માટે મતદાન યોજાશે. આ ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય નક્કી જ છે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકમાંથી ચાર બેઠક ખાલી થઈ રહી છે ત્યારે ચૂંટણીપંચે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજ્યસભાની ચાર બેઠક માટે તા.27મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. આ માટે તા. 8મી ફેબ્રુઆરીએ જાહેરનામું બહાર પડશે. તા.15મી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. અને તા. 27મી ફેબ્રુઆરીએ ચારેય બેઠક માટે મતદાન યોજાશે. ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય નક્કી છે. કેમ કે, વિધાનસભામાં ભાજપ પાસે 156 બેઠક છે. એટલે પૂરતું સંખ્યા બળ હોવાથી કૉંગ્રેસના ફાળે રાજ્યસભાની જે બે બેઠક છે તે પણ ભાજપને મળી જશે. એટલે કે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ચારેય બેઠક જીતવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. આ ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારની જીત સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 10 થઈ જશે, જ્યારે કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે માત્ર શક્તિસિંહ ગોહિલ રહેશે, જેમનો કાર્યકાળ 2026માં પૂરો થવાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ખાતામાં 156 બેઠક આવી હતી, જ્યારે કૉંગ્રેસના ખાતામાં માત્ર 17 બેઠક આવી હતી. જોકે હાલમાં કૉંગ્રેસના બે ધારાસભ્યએ રાજીનામા આપી દેતાં વિધાનસભામાં સંખ્યાબળ માત્ર 15 જ રહ્યું છે. એટલે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ચારેય બેઠક જીતવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. જોકે આ ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારની જીત સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 10 થઈ જશે.ઉ
