Gujarat પર વરસાદની ચાર સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હાલ ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે. આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી બેથી ત્રણ દિવસ સુધી દક્ષિણ, મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધારે શક્યતા છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે તો કોઈ સ્થળે અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી
જ્યારે 4 થી સપ્ટેમ્બર બુધવારના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી આપી છે.
ગુરુવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ પાંચમી સપ્ટેમ્બર ગુરવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.
Also Read –