વડોદરામાં ઠંડી વધતાં શ્ર્વાસની તકલીફ સાથે ચાર લોકો દાખલ: બેનાં મોત
અમદાવાદ: વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે જેના કારણે વૃદ્ધ નાગરિકોને તેમ જ બીમાર વ્યક્તિને શ્ર્વાસ લેવામાં તકલીફ પડવાની ઘટનાઓ વધી રહી છે. બીજી તરફ શહેરમાં વાઇરલ, શરદીના દર્દીઓ પણ નોંધપાત્ર રીતે વધ્યા છે ત્યારે એક જ દિવસમાં સયાજી હૉસ્પિટલમાં શ્ર્વાસ લેવામાં તકલીફ સાથે ચાર વ્યક્તિને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જે પૈકી એક મહિલા અને વૃદ્ધનું મોત થયું હતું, જ્યારે બે વ્યક્તિ ગભીર હાલતમાં સારવાર હેઠળ છે.જાહેર કર્યાં હતાં. જ્યારે અન્ય ઘટનામાં માંજલપુર બાલગોપાલ ખાતે રહેતા ૬૫ વર્ષના કિરીટ મેવાડી (ઉ.વ.૬૫)ને ઘરે શ્ર્વાસ લેવામાં તકલીફ થઈ હતી. તેમને સયાજી હૉસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. બીજી તરફ દુમાડ કાઠિયાવાડી ધાબા પરથી મૂળ યુપીના પ્રમોદ રાજભટ્ટ (ઉં.વ.૨૪)ને શ્ર્વાસ લેવામાં તકલીફ પડતાં સારવાર માટે ખસેડાયા હતા. ઉપરાંત તરસાલી સરોજનગરના અજય રાણાને પણ શ્ર્વાસ લેવામાં તકલીફ પડતાં ગંભીર હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.