ખેડામાં નરાધમ પાડોશી દ્વારા ચાર દીકરીઓ પર દુષ્કર્મ: પોલીસે કરી ધરપકડ
વસો: ગુજરાતમાં દીકરીઓને સુરક્ષાની સ્થિતિ જાણે સાવ નીચલા સ્તરે પહોંચી ગયું હોય તેમ સતત દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. રાજ્યમાં દાહોદની હત્યા, વડોદરાના સામૂહિક દુષ્કર્મ, સુરત રેપ કેસ બાદ હવે ખેડામાં રેપની ઘટના સામે આવી છે. સરકારના સુરક્ષિત ગુજરાતના દાવાઓના લીરેલીરા ઉડી ગયા છે. ખેડાના વસોમાં હવસખોર વિક્રુત માનસિકતા ધરાવતા શખ્સે પડોશમાં રહેતી ચાર માસુમ બાળકી પર દુષ્કર્મની ઘટનાનો પર્દાફાશ થતાં સનસનાટી મચી ગઈ છે.
ખેડા જીલ્લાના માતર તાલુકાના વસો ગામમાં હવસખોર વિક્રુત માનસિકતા ધરાવતા ચંન્દ્રકાંત પટેલ નામના શખ્સે તેમના જ પડોશમાં રહેતી ચાર માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્રણથી ચાર દીકરીઓ સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાનો પર્દાફાશ થતાં જ સનસનાટી મચી ગઈ છે. દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતાં ખેડા જિલ્લા પોલીસ અને એલસીબી સહિતની ટીમો દોડતી થઇ ગઇ છે.
વિકૃત માનસિકતા ધરાવતા 56 વર્ષીય શખ્સે ટેના જ પડોશમાં રહેતી 8 થી 11 વર્ષની ત્રણથી ચાર બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમે એક બાળકીનો અશ્લીલ વિડિઓ પણ તેના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કર્યા હોવાની વિગતો ખૂલી છે. હાલ પોલિસે આરોપીનો મોબાઇલ જપ્ત કરી વધુ પોકસો સહિતની કલમો લગાવીને વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતાં ખેડા જિલ્લા પોલીસ અને એલસીબી સહિતની ટીમો દોડતી થઇ ગઇ છે.
આ પણ વાંચો : Gandhinagarની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને Bomb થી ઉડાવી દેવાની ધમકી, કોઇ શંકાસ્પદ વસ્તુ ન મળી
આ અંગે એસપીએ જણાવ્યું હતું કે, ‘પીડિતાની માતાની ફરિયાદના આધારે પોકસો સહિતની અન્ય કલમો તળે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ પોલીસની ટીમ કોઈપણ ચૂક વિના તમામ દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરી રહ્યા છે. એક પીડિતાની માતાને શંકા જતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આરોપી દીકરીઓને ચોકલેટ અને બિસ્કિટ આપીને ફોસલાવતો હતો. મોબાઈલના ફોરેન્સિક અહેવાલ બાદ વધુ માહિતીઓ આગળ આવશે. પીડિતાઓ સાથે મહિલા પોલીસ અને ડૉક્ટર મનોવૈજ્ઞાનિક દ્વારા વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.’