આપણું ગુજરાત

ગુજરાતમાં દોઢ મહિનામાં ડેન્ગ્યૂના કેસમાં ચાર ગણો વધારો

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસા બાદ મચ્છરજન્ય રોગે માથું ઊંચક્યું છે. છેલ્લા દોઢ મહિનામાં ડેન્ગ્યૂના કેસમાં ચાર ગણો વધારો થયો છે. રાજ્યમાં તા.17મી સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યૂના 3334 કેસ નોંધાયા હતા અને 1 મૃત્યુ થયું હતું. ડેન્ગ્યૂ ઉપરાંત ચિકનગુનિયાના કેસમાં પણ દોઢ મહિનામાં બમણો વધારો થયો હતો. બીજી બાજુ રાજ્યમાં ગત વર્ષે ડેન્ગ્યૂના કુલ 6682 કેસ નોંધાયા હતા અને સાત વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં જુલાઇ સુધી ડેન્ગ્યૂના કુલ 876 કેસ હતા અને 1 મૃત્યુ થયું હતું. જેની સરખામણીએ હવે દોઢ મહિનામાં ડેન્ગ્યૂના કેસમાં ચાર ગણો વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરની સોલા સિવિલ હૉસ્પિટલમાં તા. 26મી જૂનથી તા.2જી જુલાઇ સુધી ડેન્ગ્યૂના 14, તા.3જી જુલાઇથી તા.30મી જુલાઇ દરમિયાન 144, તા.31મી જુલાઇથી તા.27મી ઓગસ્ટ સુધી 377, 28 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી 291 કેસ સામે આવ્યા હતા. આમ, સોલા સિવિલમાં જૂનના અંતથી 17 સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યૂના કુલ 826 કેસ સામે આવેલા છે. રાજ્યમાં આ વર્ષે 17 સપ્ટેમ્બર સુધી ચિકનગુનિયાના કુલ 15553 શંકાસ્પદ કેસ હતા. જેમાંથી 230 ક્નફર્મ કેસ હતા. ગુજરાતમાં ચિકનગુનિયાના 2021માં 4044, 2022માં 1046 કેસ હતા. સમગ્ર દેશમાંથી આ વર્ષે ચિકનગુનિયાના કુલ 3711 કેસ નોંધાઇ ચૂક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 થી 17 સપ્ટેમ્બર 2023 સુધી રાજ્યમાં ડેન્ગ્યૂના કુલ 40872 કેસ નોંધાયા છે અને 41 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ડૉક્ટરોના મતે સામાન્ય રીતે જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન ડેન્ગ્યૂના કેસમાં સૌથી વધુ વધારો જોવા મળતો હોય છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button