આદિપુરના ફાટક પાસે માલગાડીના ચાર ડબ્બા ટ્રેક પરથી ભેદી સંજોગોમાં ખડી પડ્યા
ભુજ: કેટલાક ભાંગફોડિયા તત્વો દ્વારા મોટો અકસ્માત કરવાના ઇરાદે રેલવે ટ્રેકને નુકશાન પહોંચાડવાના બનાવો લગભગ દરરોજ બની રહ્યા છે. તેવામાં સરહદી જિલ્લા કચ્છના આદિપુર નજીક આવેલા જુમાપીર ફાટક પરથી પસાર થઇ રહેલી ગાંધીધામથી મુંદરા તરફ જઈ રહેલી માલગાડીના ચાર ડબ્બા ભેદી સંજોગોમાં ટ્રેક પરથી ખડી પડતાં રેલવે તંત્રમાં ભારે દોડધામ થઇ પડી હતી. રેલવેની સુરક્ષા-વ્યવસ્થા સામેના આ ગંભીર બનાવની જાણ થતાં પશ્ચિમ રેલવેના નિષ્ણાતો ઘટનાસ્થળ પર દોડી જઈ, ક્રેનની મદદથી ખડી પડેલા ચાર ડબ્બાને ટ્રેક પર પુનઃ સ્થાપિત કરી યાતાયાતને શરૂ કરી દેતાં સૌને હાશકારો થયો હતો.
મહત્વનું છે કે, થોડા દિવસો અગાઉ સુરતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. સમયસૂચકતાના કારણે વધુ કોઈ દુર્ઘટના ન ઘટી ત્યારે આદિપુર નજીક બનેલા બનાવમાં કોઈ ભાંગફોડિયા તત્વોનો હાથ છે કે નહિ તે દિશામાં રેલવે દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તે જરૂરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
Also Read –