આપણું ગુજરાત

ગાંધીનગર જિલ્લા પંચાયતના નવા ભવનનું મુખ્ય પ્રધાનના હસ્તે ભૂમિપૂજન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લા પંચાયતના નવા નિર્માણ થનારા અદ્યતન ભવન તથા દહેગામ તાલુકા પંચાયત ભવનના ભૂમિપૂજન કર્યાં હતા.
આ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી બોલતા મુખ્યપ્રધાને મત વ્યક્ત કર્યો હતો કે ગ્રામીણ સ્તરથી લઇને જિલ્લા અને શહેરો સહિતના વિસ્તારોના સર્વગ્રાહી વિકાસમાં સૌના સાથ સૌના વિકાસના ધ્યેય સાથે વડા પ્રધાને નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનિતીનો નવો ઇતિહાસ રચ્યો છે.
ગાંધીનગર જિલ્લાનું આ નવું પંચાયત ભવન ૭૬૯૫ ચોરસ મીટરની વિશાળ જગ્યામાં નિર્માણ થવાનું છે. એટલું જ નહીં, દહેગામ તાલુકા પંચાયતનું ભવન પણ ૩૯૦૦ ચો.મીટરમાં અંદાજે રૂ. ૩ કરોડ ૧૦ લાખના ખર્ચે નિર્માણ થશે. મુખ્ય પ્રધાને જણાવ્યું હતુ કે વિકાસ કેવો હોય અને વિકાસ કોને કહેવાય તે આજે દેશ અને દુનિયાના લોકો વડા પ્રધાનની વિઝનરી લીડર શિપમાં અનુભવી રહ્યા છે. ભારતને જી-૨૦ની યજમાનીનું ગૌરવ અપાવનાર વિશ્ર્વનેતા વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતના જ નહિ, વિશ્ર્વના અનેક રાષ્ટ્રોના લોકોને પણ વિશ્ર્વાસ છે કે આવનારા સમયમાં ભારત વિશ્ર્વગુરુ બનશે જ, એમ તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે રાજય સરકાર અદ્યતન સુવિઘા સભર પંચાયત ભવનોના સપનાં સાકાર કરવા સંકલ્પ બદ્ધ છે અને નવા નિર્માણ થનારા આવા ભવનોમાં સોલાર પેનલ સુવિધાઓથી વીજ બચત, વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇનવોટર હાર્વેસ્ટીંગ, દિવ્યાંગો માટે રેમ્પ સહિતની સુવિધાઓ અપાશે. આવા ભવનો લોકહિત અને જનસેવાના પ્રવૃતિના કેન્દ્રો બને અને અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો વડા પ્રધાનના વિઝનમાં ગુજરાત વિકાસના રોલ મોડેલ તરીકે અગ્રેસર છે, ત્યારે અમૃતકાળમાં લોકોની સુખાકારી- સુવિધાઓમા પણ ઉત્તરોત્તર વૃદ્ધિ કરીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા સૌ સાથે મળીને આગળ વધીએ એવું, આહવાન પણ તેમણે
કર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…