ગુજરાતના પૂર્વ IAS અધિકારી કે. કૈલાશનાથનને Puducherryના ઉપ રાજ્યપાલ નિયુક્ત કરાયા

અમદાવાદઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, ઝારખંડ સહિત ઘણાં રાજ્યોના નવા રાજ્યપાલ અને પુડુચેરીના(Puducherry) લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી છે. જેમાં ગુજરાતમાં વર્ષો સુધી સેવા આપીને નિવૃત થયેલા પૂર્વ IAS અધિકારી કે. કૈલાશનાથનને પુડુચેરીના ઉપ રાજ્યપાલ(LG) નિયુક્ત કરવામાં આવ્યા છે.
કે. કૈલાશનાથન 29મી જુને નિવૃત થયા
તેમણે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારથી માંડીને આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભુપેન્દ્ર પટેલના પણ સલાહકાર રહી ચૂક્યા છે. કે. કૈલાશનાથન 29મી જુને નિવૃત થયા ત્યારથી જ તેમને કોઇ મહત્વની પોસ્ટ મળે તેવી અટકળો ચાલી રહી હતી. જોકે કાલે મોડી રાત્રે થયેલી જાહેરાતમાં તેમને પુડુચેરીના એલજી તરીકે નિયુક્તિ આપવામાં આવી હતી.
પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, 1979 બેચના IAS અધિકારી કે. કૈલાશનાથન ગુજરાતની સૌથી શક્તિશાળી પદ સુધી પહોંચ્યા હતા.કે. કૈલાશનાથન 2006માં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હતા ત્યારે પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. વર્ષ 2013માં તેઓ નિવૃત થયા હતા. જો કે તેમના કાર્યકાળને સતત 2024 સુધી એક્સટેંશન મળતું રહ્યું હતું.